સમગ્ર દેશમાં કોરોના મહામારીના કહેર વચ્ચે ગુજરાતના ભયાનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતી સમાચારોએ સરકાર દ્વારા જાહેર કરેલા ડેથ સર્ટિફિકેટ (મૃત્યુ પ્રમાણપત્ર) ના આંકડાના આધારે દાવો કર્યો છે કે રાજ્યમાં ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં 1 માર્ચથી 10 મેની વચ્ચે લગભગ 61,000 વધુ મોત થયા છે. આ અહેવાલ સામે આવ્યા પછી ગુજરાતની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે આ અંગે તપાસની માંગ કરી છે.
ગુજરાતી સમાચારના અહેવાલ મુજબ, 1 માર્ચથી 10 મેની વચ્ચે, ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓએ 123871 ડેથ સર્ટિફિકેટ બહાર પાડ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 65 હજાર વધુ છે. ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 58000 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ આંકડા ગુજરાતના 33 જિલ્લાઓ અને આઠ મોટા શહેરોની મ્યુનિસિપલ બોડી દ્વારા બહાર પાડવામાં આવેલ ડેથ સર્ટિફિકેટના આધારે સમાચારમાં રજૂ કરવામાં આવ્યા છે. જયારે સરકારી આંકડાઓ પ્રમાણે, 1 માર્ચથી 10 મેની વચ્ચે 33 જિલ્લાઓમાં કોરોના વાયરસને કારણે 4218 લોકોનાં મોત થયાં છે.
આ આંકડા પછી હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં લોકોના આટલા બધા મૃત્યુ કેમ થઇ રહ્યા છે. શું આ મૃત્યુના આંકડા ઓછા કરીને તો નથી બતાવવામાં આવી રહ્યા. શું આ મૃત્યુનો કોરોના સાથે કોઈ સંબંધ છે? અહેવાલમાં પણ આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 9995 નવા કેસ મળી આવ્યા, જ્યારે 104 લોકોનાં મોત થયા હતા. આ રીતે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 8944 લોકોનાં મોત થઇ ગયા છે અને અત્યાર સુધીમાં કુલ 735348 કેસ નોંધાયા છે.
સ્થાનિક ગુજરાતી સમાચારોમાં ઘણા વિસ્તારોમાં સત્તાવાર આંકડાઓ કરતા કોવિડથી થતા મોતને વધારે બતાવવામાં આવી રહ્યા છે. આમાંથી ઘણા રાજ્યના સ્મશાન ઘાટનાં આંકડાઓ પર આધારિત હતા. જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાથી થતી મૃત્યુનો દર એ છે કે સ્મશાનગૃહો અને અગ્નિદાનગૃહો પર લાઇનો લાગી રહી છે.
રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુનું મુખ્ય કારણ હૃદયરોગનો હુમલો છે, તો આવી વ્યક્તિને કોવિડ -19 ના મૃત્યુમાં ગણી શકાતી નથી, ભલે તે પોઝીટીવ આવ્યા હોય. સમગ્ર દેશમાં આ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે.
ગઈકાલે કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોરોનાથી થયેલા મૃત્યુના કથિત રૂપે તપાસ માટે માંગ કરી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે રાજ્ય સરકારે મોટી સંખ્યામાં મોતની જવાબદારી લેવી જોઈએ અને ડેટાની હેરાફેરી કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવી જોઈએ. જયારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.