ચિત્રકુટમાં કેદીઓ વચ્ચે સામસામે ફાયરીંગ થતા બે ના મોત, એકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશની ચિત્રકુટની જેલમાં કેદીઓ વચ્ચે ફાયરીંગ થઇ હોવાની ઘટના સામે આવી છે. જે ચિત્રકુટમાં કેદીઓ વચ્ચે ફાયરીંગની ઘટનાથી જેલમાં હડકંપ મચી ગયો હતો. જો કે ચિત્રકુટ જિલ્લા જેલ રગૌબીમાં આ ફાયરિંગ દરમિયાન કેદી અંશુલ દિક્ષીતે ફાયરીંગ કરીને મેરાજુદીન અને મુકીમ કાલાની જેલમાં જ હત્યા કરી નાખી હતી. જો કે આ મોત કરવામાં આવેલ મુકીમ કાલા પશ્ચિમ ઉતરપ્રદેશનો મોટો બદમાશ હતો.

જયારે ફાયરિંગ થતા પોલીસ આવી ગઈ હતી અને આ ફાયરિંગની ઘટનામાં પોલીસની જવાબી કાર્યવાહી કરવામાં આવતા આ ફાયરિંગ કરનાર શખ્સ અંશુલ દિક્ષીત પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જો કે આ ચિત્રકુટની જેલની ઘટનામાં મૃત મેરાજુદીન ઉર્ફે મેરાજ અલીને જિલ્લા જેલ બનારસથી પ્રશાસનિક આધારે સ્થળાંતર કરીને આ જેલમાં લાવવામાં આવ્યો હતો. જયારે બીજો એક કેદી મુકીમ કાલાને જિલ્લા જેલ સહારનપુરથી પ્રશાસનિક આધારે ચિત્રકુટ જેલમાં લાવવામાં આવ્યો હતો.

જો કે આ જેલમાં ફાયરિંગ કરીને બે લોકોને મારનાર અંશુ દિક્ષીત પર પહેલેથી લખનૌ યુનિવર્સિટીના છાત્ર નેતા વિનોદ ત્રિપાઠીની હત્યા કરવાનો આરોપ છે. જો કે યુપીના મોસ્ટ ક્રિમીનલ મેરાજુદીન અને મુકીમ પર શાર્પશુટરે ગોળી ચલાવી હોવાનું જણાવવામાં આવ્યું રહ્યું છે. અને આ ફાયરિંગમાં બંને કેદીઓ માર્યા ગયા હતા, ત્યારબાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં આ ફાયરિંગ કરનાર અંશુલ પણ માર્યો ગયો હતો.

આ ગોળીબાર કરનારો અંશુલ દીક્ષિત પૂર્વાંચલનો શાર્પ શૂટર હોવાનું સામે આવ્યુ છે. જેને યૂપી એટીએફના ગોરખુુર જિલ્લાના ગોરખનાથ વિસ્તારમાંથી 2014માં પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ત્રણ કેદીઓ માર્યા ગયા છે. જોકે કેદી પાસે હિથયાર કેવી રીતે પહોંચ્યું તેની તપાસ ચાલી રહી છે.

રગોલી જેલના જેલર એસ.પી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે જેલમાં કેદ કેટલાક કેદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં બે કેદીઓની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં જેલના સુરક્ષાગાર્ડે ગોળીબાર કરનારા કેદીને પણ ઠાર કર્યો હતો. જેલની અંદર જ ગોળીબારની આ ઘટના સામે આવતા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ઉચ્ચ અિધકારીઓ આ જેલમાં પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

તેમણે સાથે એવો પણ દાવો કર્યો હતો કે એક સુરક્ષાકર્મીની સર્વિસ રીવોલ્વોર કેદીએ છીનવી લીધી હતી અને બાદમાં તેનાથી અન્ય ગેંગના કેદીઓ પર ગોળીબાર કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર આ જેલમાં કેદ અંશુલ દીક્ષિતે સર્વિસ રીવોલ્વોર છીનવીને ઉત્તર પ્રદેશના બે બદમાશ મેરાજુદ્દીન અને મુકીમ કાલા પર ગોળીબાર કરી તેની હત્યા કરી હતી.

Scroll to Top