કોરોના મહામારી દરમિયાન લોકો એક બીજાને મદદ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક એવા લોકો રહેલા છે જે મદદના બદલે સેક્સની માગણી કરતા જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં રોગની સારવાર માટે જરૂરી તબીબી સ્રોતોની અછત જોવા મળી રહી છે જયારે ઓક્સિજન સિલિન્ડરની અછત ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના અનેક દર્દીઓ માટે સૌથી વધુ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતી હોય છે જેના કારણે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી પણ જોવા મળી રહી છે.
એવામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓક્સિજન સિલિન્ડર માગણી કરતી એક મહિલા પાસે સિલિન્ડરના બદલામાં સેક્સની ઇચ્છા વ્યક્ત કરનાર એક નરાધમનો વીડિયો વાયરલ થયો છે જેના કારણે દર્શકોમાં રોષ ઉભો થઈ ગયો છે. દિલ્હીમાં રહેનાર એક મહિલાએ ટિવટ કરી જણાવ્યું છે કે, દિલ્હીની એક સારી ગણાતી કોલોનીમાં રહેનાર એના મિત્રની બહેને એના દર્દી-પિતા માટે પડોશી પાસે ઓક્સિજનની માગણી કરી હતી, ત્યારે આ દરમિયાન પડોશીએ બદલામાં સેક્સની માગણી કરી હતી.
My friend’s sister like my baby sister was asked by a neighbour in an elite colony to sleep with him for an oxygen cylinder that she desperately needed for her father;
What action can be taken because the b* will obviously deny, no?#HumanityIsDead
— Bhavreen Kandhari (@BhavreenMK) May 11, 2021
જેના કારણે આશ્વર્યચકિત થઈ ચૂકેલા નેટના વપરાશકર્તાઓ પૈકી એક યુઝરે નફફટ પડોશી વિષે પોલીસ-ફરિયાદ કરવા સૂચવ્યું હતું. જ્યારે બીજા અન્યે યુઝર્સે કોલોનીના રેસિડેન્સ વેલફેર એસોસિયેશન પાસે રજૂઆત કરવા જણાવ્યું હતું,
આગળ પણ બની છે આવી ઘટના
આ અગાઉ 14 એપ્રિલના રોજ મુંબઇની અંધેરીમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા કોરોનાની એક મહિલા દર્દી પર બળાત્કાર કરવા બદલ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આ વ્યક્તિ દ્વારા મહિલાને વિનંતી કરી હતી પછી તેને સતાવવા માટે બાંધી દીધી અને સેક્સની માગણી પણ કરી હતી.