ચક્રવાતી વાવાઝોડું તૌકતે, આગામી 24 કલાકમાં દેશના આ વિસ્તારો પર સર્જી શકે છે વિનાશ

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં શરૂ થયેલ વાવાઝોડું તૌકતે રવિવારે સાંજ સુધીમાં ભયંકર સ્વરૂપ લઈ શકે છે. ભારતના હવામાન વિભાગના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર (આઇએમડી) એ જણાવ્યું છે કે ચક્રવાત ઉત્તર-ઉત્તર-પશ્ચિમ ની દિશા તરફ આગળ વધશે અને 17 મેની સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે અને 18 મે ની સવારે પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) ની વચ્ચે ગુજરાત દરિયાકિનારે પાર કરવાની શક્યતા છે.

ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે.

છેલ્લા 6 કલાકમાં તૌકતે ની અસર

તૌકતે છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 11 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં તરફ આગળ વધ્યું અને રવિવારે સવારે 5.30 કલાકે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપર અક્ષાંશ 15.0 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 72.7 ડિગ્રી પૂર્વ, પંજીમથી લગભગ 130 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. ગોવા, મુંબઇથી 450 કિ.મી. દક્ષિણમાં, વેરાવળ (ગુજરાત) ની 700 કિ.મી. દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને કરાચી (પાકિસ્તાન) ની 840 કિ.મી. દક્ષિણ-પૂર્વમાં. કેરળમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને રવિવારે છિટપુટ સ્થાનો પર મુશળધાર (જોરદાર) વરસાદ અને 17 મેના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના જણાવવામાં આવી છે.

આઇએમડીની આગાહી

આઇએમડીની આગાહીમાં કર્ણાટકના (દરિયાકાંઠા અને આજુબાજુના ઘાટ જિલ્લાઓ) માં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને રવિવારે દિવસે વિવિધ સ્થળોએ મુશળધાર (જોરદાર) વરસાદ પડશે. રવિવારે ઘાટ વિસ્તારને અડીને આવેલા હળવાથી મધ્યમ વરસાદ અને ઉતરી કોંકણમાં સોમવારે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ જગ્યાએ સર્જાય શકે છે વિનાશ

ગુજરાતમાં રવિવાર બપોરથી સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓ સહિતના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ શરૂ થવાની સંભાવના છે, સૌરાષ્ટ્ર અને કચ્છ અને દીવના અલગ અલગ સ્થળોએ હળવાથી ભારે વરસાદ અને 17 મે ના અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થશે. રાજસ્થાનના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જણાવવામાં આવી છે. 18 મેના રોજ રાજ્યના દક્ષિણ ક્ષેત્રમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને 19 મેના રોજ રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે.

જો કે આજે તૌકતે વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે 50 થી 70 કિમી ઝડપે પવન ફૂંકાશે. લક્ષદ્વિપમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન આજે ચક્રવાતમાં ફેરવાશે.

Scroll to Top