હાલ ભારતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ છે દિવસેને દિવસે આપણે ત્યા પરિસ્થિતી વધું વીકટ થઈ રહી છે તેમા પણ ખાસ કરીને રેમડેસિવિર ઈન્જેકશનની અછત પણ વર્તાઈ રહી છે ત્યારે આવા સમયે એઈમ્સના ડૉક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે કે કોરોનાના દર્દીઓને ઘરે રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં ન આવે.
એઈમ્સના ડૉક્ટરો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રેમડેસિવિરનું ઈન્જેકશન હોસ્પિટલમાં આપણે ત્યારેજ લઈ શકીએ જ્યારે આપણા શરિરમાં ઓક્સિજનનું લેવલ 94 ટકાથી નીચે જતું રહ્યું હોય એઈમ્સના ડૉક્ટરોએ આ વાતો કોરોના સંક્રમિત દર્દીઓની સાવચેતીને ધ્યાનમાં રાખીને કરી હતી.
ડૉક્ટરોનું કહેવું છે કે જો દર્દીના શરીરમાં ઓક્સિજન લેવલ 94 ટકાથી નીચે આવે તો તેને તુરંત હોસ્પિટલમાં ભરતી કરવો જોઈએ સાથેજ જો તેને અન્ય બિમારીઓ હોય તો તેના ઉપર પણ ધ્યાન રાખવું રાખવું જોઈએ પરંતુ ડૉક્ટરોનું એમ પણ કહેવું છે કે મોટા ભાગના 80 ટકા જેટલા કોરોનાના દર્દીઓમાં હલ્કા લક્ષણો જોવા મળતા હોય છે.
જોકે તે સિવાય પણ જે લોકોનો લક્ષણો છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે તેવા લોકોએ ખાસ કરીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવો જોઈએ કારણકે આરટીપીસીઆર ટેસ્ટમાં દરેક વ્સતુનો ખ્યાલ આવી જતો હોય છે દર્દીઓની સ્થિતી જ્યારે ગંભીર જણાય ત્યારેજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ઉપરાંત કોરોનાના દર્દીઓને ડૉક્ટરો દ્વારા યોગ્ય સમયે દવા આપવાંમાં આવે તે વધારે સારુ રહે છે.
મોટા ભાગે જે પણ દર્દીઓમાં હલ્કા લક્ષણો જોવા મળે છે તે લોકોને ઘરેજ આસોલેટ કરવામાં આવે છે. પરંતુ હલ્કા લક્ષણો વાળા દર્દીઓએ પણ પરિવારના બિજા સભ્યોથી દૂર રહેવું વધારે સારુ છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓએ બાળકો અને વૃદ્ધોથી હંમેશા દૂરરહેવં જોઈએ. સાથેજ તેમણે ત્રણ લેયર વાળું માસ્ક પહેરવું જોઈએ અને દર 8 કલાકે સેનેટાઝરનો ઉપયોગ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે એઈમ્સના ડૉક્ટરો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ઓક્સિજન સ્તરનું પ્રમાણ ઓક્સિમીટરથી માપવું જોઈએ જોકે આગળીઓ પર નેલ પોલીશ ન હોવી જોઈએ ઓક્સિજન માપો તેના પાંચ મિનિટ પહેલા તમારે આરામ કરવો જોઈએ. જોકે ખાસ કરીને તમારે બીમારીમાં પણ તમારી ખોરાકી પર ધ્યાન રાખવું જોઈએ જેથી જલ્દી તમે રીકવર થઈ શકો.