કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ તેમા પણ સરકાર દ્વારા વેક્સિનેશનના ડોઝ વચ્ચે અંતર વધારી દેવામાં આવ્યું છે જેમા કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું છે કોવિશ્લ્ડ વેક્સિનના ડોધ વચ્ચે અંતર 4 થી 6 મહિના હતું. પરંતુ હવે બંન્ને વેક્સિનના ડોઝ વચ્ચે 12 થી 16 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું છે.
વેક્સિન સાથે જોડાયેલા અમુક લોકોનું કહેવું છે કે જો આ અંતર એટલા માટે વધારવામાં આવ્યું છે કારણકે આવું કરવાથી વેક્સિનનો સારો રિસપોન્સ મળી શકશે સાથેજકોરોનાની બીજી લહેરમાં દેશના મોટા ભાગના લોકો સુધી વેક્સિન પહોચી રહેશે સાથેજ જો અંતર વધારવામાં આવશે તો વેક્સિનની અસરમાં પણ કોઈ અછત નથી થવાની.
ઉપરાંત જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમને પણ વેક્સિનની કોઈ ખરાબ અસર નથી થવાની અત્યાર સુધી જે પણ વેક્સિન બની છે તેમા જોનસન એન્ડ જોનસના સિંગલ ડોઝ વેક્સિનને હટાવી દેવામાં આવે તો બધીજ વેક્સિનના બે ડોઝ છે વેક્સિન યોગ્ય રીતે કામ કરે તે અર્થે બંન્ને વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું છે.
વેક્સિનનો પહેલો ડોઝ શરીરમાં એટીબોડી તાર કરે છે જ્યારે બીજો ડોઝ શરીરમાં તેની પ્રતિક્રિયા મજબૂત કરે છે જો પહેલા ડોઝ બાદ પણ કોઈ સંક્રમિત થાય તો તેને બીજો ડોઝ તો લેવોજ પડે છે બંન્ને ડોઝ લીધા પછીજ તે વ્યક્તિને પૂરી રીતે સુરક્ષીત માનવામાં આવે છે.
વેક્સિનના ડોઝ વધારવાનો નિર્ણય ઘણી સ્ટડી કરીને લેવામાં આવ્યો છે જેમા વધારે અંતર રાખીને જો બીજો ડોઝ લેવામાં આવે તો તેમા ઘણો ફેર દેખાયો પહેલા 4 થી 6 સપ્તાહનું અંતર હતું બાદમાં તે અંતર ઘટાડીને 8 સપ્તાહનું કરવામાં આવ્યું જેથી શરીરમાં 80 થી 90 ટકા સુધી પરિણામ વધારે મળ્યું માત્ર ભારતમાંજ નહી પરંતુ આ પહેલા સ્પેનમાં પણ એવું સામે આવ્યું છે કે લાંબા અંતર વેક્સિન લેવાથી આપણાને વધારે ફાયદો થાય છે ઉપરાંત વેક્સિનની અસર પણ વધી જાય છે.
ઘણા લોકો એવા પણ છે કે જેઓ કોવિશિલ્ડના બંન્ને ડોઝ લઈ ચુક્યા છે જેથી તેમને આ નિર્ણયને કારણે ચિંતા થઈ રહી છે પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મામલે ડરવાની કોઈ જરૂર નથી કારણકે બંન્ને ડોઝ લીધા બાદ વાયરસ સામે સારી રીતે લડી શકાય છે જે લોકોએ બંન્ને ડોઝ લીધા છે શક્યતા છે કે તેઓ પણ સંક્રમણની ઝપેટમાં આવી શકે પરંતુ જો અંતર વધારીને બીજો ડોઝ લેવામાં આવે તેમને વધારે તેમનાસંક્રમનું જોખમ ઘટી જાય છે.
વેક્સિન આપણા શરીરમાં પ્રતિરક્ષા તંત્રને તૈયાર કરે છે. સાથેજ નિષ્ક્રિય ડેડ વાયરસ સિસ્ટમની સાથે પણ સંપર્ક સાધે છે વેક્સિનનો પહોલો ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડી થવાની તૈયાર થાય છે પરંતુ તેનાથી માત્ર આશિંક સુરક્ષા મળી રહે છે કારણકે બીજો ડોઝ લીધા બાદ વેક્સિન પૂરી રીતે પ્રતિક્રિયા આપતી હોય છે.