ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિની ઉંમર 111 વર્ષ રહેલી છે. તેમણે કહ્યું છે કે, 111 વર્ષ સુધી જીવિત રહેવા પાછળનું એક રહસ્ય રહેલું છે, તે ચીકન બ્રેઈનનો આહાર લેતા હતા. આ સૌથી વૃદ્ધ વ્યક્તિનું નામ ડેક્સ્ટર ક્રુગર છે. જે હાલ નિવૃત્ત પશુપાલક છે. પ્રથમ વિશ્વ યુદ્ધના સિપાહી જેક લોકેટ કરતા તે એક દિવસ મોટા છે. જેકનું મૃત્યુ 2002 માં નીપજ્યું હતું. જ્ક્રુયારે ગરે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને ક્વિંસલેન્ડ રાજ્યમાં ગ્રામીણ વિસ્તારના પોતાના નર્સિંગ હોમમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન હતું કે, આ માઈલસ્ટોન પહેલાના દિવસોમાં મરઘાના આહારના કારણે લાંબી જિંદગી પ્રાપ્ત થઈ છે.
આ સિવાય ક્રુગરે જણાવ્યું હતું કે, “ચીકન બ્રેઈન એટલે તમને ખબર છે ચીકનને માથામાં મગજ રહેલું હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.” તેમને એ પણ કહ્યું કે, “તેનો નાનો ટુકડો પણ સ્વાદિષ્ટ હોય છે.’
ડેક્સ્ટર ક્રુગરનો 74 વર્ષીય પુત્ર ગ્રેગે તેમના લાંબા જીવન માટે તેના પિતાની સામાન્ય જીવનશૈલીને શ્રેય આપ્યો છે. નર્સિંગ હોમના મેનેજર મેલાની કાલ્વર્ટે જણાવ્યું હતું કે, ક્રુગર હવે તેમની આત્મકથા લખી રહ્યા છે. “તે કદાચ અહીંયા રહેતા રહેવાસીઓમાંથી સૌથી વધુ બુદ્ધિમાન વ્યક્તિ રહેલા છે.” કાલ્વર્ટે આ સિવાય જણાવ્યું છે કે, “111 વર્ષની ઉમરે તેમની યાદશ્કિત ખૂબ જ અદભુત રહેલી છે.”
ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સના સ્થાપક જોહ્ન ટેલરે જણાવ્યું છે કે, ક્રુગર અત્યાર સુધીના સૌથી વધુ ઉંમર ધરાાવનાર વ્યક્તિ પણ બની ગયા છે. અત્યાર સુધી સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાની ક્રિસ્ટીના કૂક રહેેેલી હતી. તેમનું મૃત્યુ વર્ષ 2002 માં થયું હતું. તેેેમની 114 વર્ષ અને 148 દિવસની ઉમર હતી.