ફોનની સ્ક્રીન અને એપ્લિકેશનના રંગ અને ડિઝાઇનમાં ફેરફાર કરવાના વિકલ્પથી લઈને કારને અનલૉક કરવાની સુવિધા સુધી ગૂગલ તેના સ્માર્ટફોન ઑપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડનું નવું ફોર્મેટ Android-12 માં આપવા જઈ રહ્યું છે. સુંદર પિચાઇ અને તેની ગુગલ ટીમે તેની નવી સુવિધાઓ અને નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી
જયારે, ગૂગલના જીમેલથી ડેટા 18 મહિના પછી ડેટા તેના આપમેળે ડિલેટ થઇ જશે. આ પ્રકારની અનેક નવી જાહેરાતો ગૂગલે તેના વાર્ષિક ટેક ઇવેન્ટ ગૂગલ આઈઓમાં મંગળવારે કરી હતી. જાણો તેના વિશે.
Android -12 માં ઘણી નવી સુવિધાઓ
ફોન અને એપ્લિકેશન્સમાં પસંદગીના રંગ અને ડિઝાઇનમાં ફેરફારને મટિરીયલ-યુ સુવિધા નામ આપવામાં આવ્યું છે. યુઝર ઈન્ટરફેસમાં પસંદગીના રંગો ભરી શકે છે. આ ઉપરાંત વિજેટ્સને રી-ડિઝાઇન કરવામાં આવી છે. જયારે, ફોન દ્વારા BMW જેવી કારના માલિક તેમની કારને અનલૉક કરી શકશે. ઘણી અન્ય કાર કંપનીઓ સાથે પણ આ કી-લેસ (ચાવી-લેસ) સુવિધા માટે વાત કરવામાં આવી રહી છે.
75 ભાષાઓમાં ફોટો, ઇમેજ અને વિડિયો સર્ચ
સુંદર પિચાઇએ જણાવ્યું કે જીમેલ પર 200 કરોડ એક્ટિવ એકાઉન્ટ છે. તેમને યુઝરોની ગુપ્તતાને સુરક્ષિત કરવા અંગે કહ્યું કે 18 મહિનામાં જીમેલની સામગ્રીને ડિલેટ કરવાની ગૂગલે નવી નીતિ બનાવી છે. આ ઉપરાંત, ગૂગલ સર્ચમાં 15 મિનિટની હિસ્ટ્રી ડિલેટ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગૂગલ સર્ચને વેગ આપવા માટે તેમાં 75 ભાષાઓમાં કામ કરીને ફોટા, ઇમેજ અને વીડિયો વગેરે જોડીને સર્ચ કરવા યોગ્ય બનાવવામાં આવી રહ્યું છે.