ગુજરાતમાં આંશિક લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

રાજ્યમાં તૌક્તે વાવાઝોડાના ખતરા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રભાવિત વિસ્તારોને જોવા માટે પહોંચ્યા છે. તેમને આ દરમિયાન પ્રભાવિત વિસ્‍તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતુ. ત્યાર બાદ ઉના ખાતે અઘિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ રાજ્યમાં આશિંક લોકડાઉનને લઈને પીપાવાવમાં મોટી જાહેરાત કરી દીધી છે.

તેમને જણાવ્યું છે કે, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રખાશે. જ્યારે રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

જ્યારે આ સમાચાર બાદ વેપારીઓમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. પરંતુ આ દરમિયાન સરકાર દ્વારા સોશિયલ ડિસિટીનેશનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે અત્યારે કોરોના કહેર ગુજરાતમાં ઓછો થયો છે. ગુજરાતમાં અત્યારે કોરોના કેસ 5500 ની અંદર પહોંચી ગયા છે.

Scroll to Top