કોરોના સમયમાં બાળકોનું શિક્ષણ ઑનલાઇન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઑનલાઇન ક્લાસ દરમિયાન કેટલીક એવી સમસ્યાઓ સામે આવી હતી કે જ્યાં બાળકો પાસે સ્માર્ટફોન પણ નહોતો, તો કોઈ ગામમાં નેટવર્ક પણ નહોતું. ત્યારે આ લોકોએ તેમને મદદ કરી. અને તેમની વાર્તા (સ્ટોરી) દુનિયાની સામે રાખી. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક વૃદ્ધ દંપતી (પતિ-પત્ની) રહે છે. આ વૃદ્ધ દંપતી હાલના સમયમાં જરૂરીયાતમંદ બાળકોને મફતમાં ઑનલાઇન ક્લાસીસ કરાવે છે. ચાલો તમને તેમની પ્રેરણાદાયી વાર્તાનો પરિચય કરાવીએ.
આઈઆઈટી માંથી છે પાસઆઉટ
બદ્રીનાથ વિઠ્ઠલ ની ઉંમર 82 વર્ષની છે. તે નિવૃત્ત સિવિલ એન્જિનિયર છે. તેણે આઈઆઈટી માંથી માસ્ટર્સ કર્યું છે. છ વર્ષ પહેલાંની વાત છે. તેને એક સૌથી પહેલાં તેના ઘરનું કામ કરતી મહિલાની પુત્રીને ભણાવવાનું શરૂ કર્યું. તે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. પોતે બદ્રીનાથ બાળકીને ગણિત ભણાવતા હતા અને તેની 77 વર્ષીની પત્ની, ઇન્દિરા વિઠ્ઠલે તેની ભાષા અને સામાજિક ભણતર ભણાવતી હતી. બસ અહીંથી તેમની યાત્રાની શરૂઆત થઇ, આજે તે 100 થી વધુ બાળકોને ભણાવે છે.
મજૂરોના બાળકોને ભણાવે છે
વર્ષ 2014 દરમિયાન તેમના આસપાસના મજુર લોકોએ પણ તેમને વિનંતી કરી તેમના બાળકોને પણ ટ્યુશન કરાવે અને બાળકોને ભણાવે. ત્યારબાદ તેમની પાસે 8 વિદ્યાર્થીઓ થઇ ગયા હતા. આ બધા બાળકો શ્રમજીવી મજૂરોના બાળકો હતા. હવે જ્યારે લોકડાઉન થઇ ગયુ ત્યારે ઘણા બાળકો ક્લાસીસ લેવા આવી શક્યા નહિ. ત્યારે તેમને પણ આ ક્લાસ લેવાનું રોકી દીધું હતું. પછી તેમને ઑનલાઇન ક્લાસીસ લેવાનું વિચાર્યું, પરંતુ બાળકોની પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા નહોતી.
પછી થઇ ગયા 100 બાળકો
જો કે તેમને તેમના કામની કોઈ પણ જાહેરાત કરી નહીં. એક સ્થાનિક અખબારમાં તેમની વાર્તા લખવામાં આવી હતી. જેના કારણે લોકો સુધી તેમની વાર્તા પહોંચી. ત્યારે ઘણા માતા-પિતાએ તેમને તેમના બાળકોને ભણાવવા માટે અપીલ કરી. ત્યારબાદ ઓનલાઇન ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યા. જેમાં 8 વિધાર્થીઓ માંથી સીધા 100 થી વધારે બાળકો હાલમાં તેમની પાસે અભ્યાસ માટે આવે છે. બંને પતિ-પત્ની આખો દિવસ બાળકોને ભણાવે છે અને આ વાતનું ધ્યાન રાખે છે કે બાળકોનો શાળા સમય વિક્ષેપિત ના થાય અને તેમની અભ્યાસ મળી રહે.
ઘણા બાળકોને અપાવ્યા સ્માર્ટફોન
એટલું જ નહીં તેમને ઘણા માતા-પિતાને અપીલ કરી કે તે જરૂરિયાતમંદ બાળકોને સાથે મળીને મદદ કરે, જેથી તેમને પણ સ્માર્ટફોન આપવામાં આવી શકે અને તેમના શિક્ષણ માં અડચણ ના આવે. તેમને જણાવ્યું કે આ બાળકો હાવેરી અને ગંગાવથી જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. લગભગ 30 બાળકોને તેમને સ્માર્ટફોન પણ અપાવ્યા છે અને તેમને તે મફતમાં ભણાવે છે.
ઘણા શિક્ષિત લોકો પણ જોડાયા સાથે
બદ્રીનાથ કહે છે, આજે અમારી પાસે 10 સ્વયંસેવકો છે, જે અલગ અલગ વિષયોમાં બાળકોને ભણાવે છે. કેટલાક તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે અને કેટલાક નિવૃત્ત પ્રોફેસરો છે. આટલું જ નહિ કેટલાક ઇસરોના વૈજ્ઞાનિકો પણ તેમની સાથે જોડાયા છે. ટૂંક સમયમાં જ અમે વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી સ્પીકિંગ કોર્સ પણ લાવવાના છીએ. હાલના દિવસોમાં તેની ખૂબ માંગ છે. હાલમાં તેમની પાસે લગભગ 170 ની આસપાસ બાળકો અભ્યાસ કરે છે.