સરકારનો સોશ્યિલ મીડિયા કંપનીઓને આદેશ, કોરોનાની ભારતીય વેરિયંટ વાળી પોસ્ટ તાત્કાલિક કરો દૂર

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર હાજર કોરોના વાયરસના ભારતીય વેરિયંટના સમાચારોને દૂર કરવા આદેશ આપ્યો છે. આ આદેશ વિશે સમાચાર એજન્સી રોઈટરે માહિતી આપી છે. 11 મેના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વિશ્વ સ્વસ્થ્ય સંગઠન) એ કહ્યું હતું કે કોરોના વાયરસનો B.1.617 વેરિયંટ જો કે સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો, તે વૈશ્વિક ચિંતાનો વિષય બની શકે છે.

સરકાર દ્વારા બધા સોશ્યિલ મીડિયા કંપનીઓને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા રિપોર્ટ્સમાં B.1.617 ને કોઈ પણ આધાર અને તથ્યો વગર ભારતીય વેરિયંટ તરીકે આપવામાં આવ્યા છે. આઇટી મંત્રાલયે બધી કંપનીઓને કહ્યું છે કે તે તેમના પ્લેટફોર્મ પરથી બધા સમાચાર અને પોસ્ટ્સ કાઢી નાખે, જેમાં કોરોનાના B.1.617 ને ભારતીય વેરિયંટ કહેવામાં આવ્યું છે.

B.1.617 એ કોરોનાનું એક નવું વેરિયંટ જરૂર છે પરંતુ તેને ભારતીય કહેવું યોગ્ય નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે B.1.617 ને ભારતીય વેરિયંટ કહેવું એ સંપૂર્ણપણે ખોટું છે. જો કે ડબ્લ્યુએચઓ (WHO) એ પણ આ વેરિઅન્ટને ભારતીય વેરિયંટ કહ્યું નથી, જોકે આ પત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

રોઇટર્સને એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે આ પત્ર સોશ્યિલ મીડિયા કંપનીઓને કડકાઈ (શક્તિ) સાથે મોકલવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કોઈપણ તથ્ય વિના ભારતીય વેરિયંટ કહેવું એ દેશની છબીને ખરાબ કરવા જેવું છે. આવા રિપોર્ટ્સ થી લોકોમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે.

જયારે, એક મોટી સોશ્યિલ મીડિયા કંપનીઓના એક અધિકારીનું કહેવું છે કે પ્લેટફોર્મ પરથી હજારો લાખોની કંટેટન્ટને એકસાથે દૂર કરવી એ ખૂબ મુશ્કેલ કામ છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે ઘણું નુકસાન થયું છે. દરરોજ લગભગ 2,50,000 સંક્રમણના કેસ આવી રહ્યા છે, જ્યારે લગભગ 4,000 લોકોના મોત થઇ રહ્યા છે.

જણાવી દઈએ કે વિકિપીડિયા પર પણ Lineage B.1.617 નામથી એક પેજ બનાવવામાં આવ્યું છે, જેમાં B.1.617 ને કોરોનાનો નવો વેરિયંટ જણાવવામાં આવ્યો છે. વિકિપીડિયા અનુસાર, B.1.617 એ કોરોનાનો એક વેરિયંટ છે જેની ઓળખ સૌથી પહેલા ભારતમાં 5 ઑક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં થઇ હતી.

Scroll to Top