ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. જો કે કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા દેશમાં જ્યારે દરરોજ ચાર લાખથી વધુ દર્દીઓ નોંધાતા હતા. જેના કારણ મે મહિનાને આ મહામારીનો સૌથી ઘાતક મહિનો માનવામાં આવે છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જે માત્ર 21 દિવસમાં દેશમાં 70 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. મૃત્યુના સંદર્ભમાં પણ આંકડા ભયજનક સામે આવી રહ્યા છે. જે દેશમાં કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરના કારણે ઘણી વધારે તબાહી મચી ગઈ છે. જે કોરોનાના કારણે મોતનો આંકડો થોડો ચિંતાજનક છે.
બીજી લહેરમાં, તમિલનાડુ, કર્ણાટક અને કેટલાક રાજ્યોમાં હજી પણ કેસ વધી રહ્યા છે. શુક્રવારે તમિલનાડુમાં કોવિડ -19 ના 36,184, કર્ણાટકમાં 32,218, કેરળમાં 29,673 અને મહારાષ્ટ્રમાં 29,644 નવા કેસ નોંધાયા છે. એક તરફ રાષ્ટ્રીય સ્તરે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં મ્યુકોરામાઇકોસીસ (Mucormycosis) ચેપના કેસો સામે આવી રહ્યા છે.
શુક્રવારે, મે મહિનામાં કોરોના સંક્રમણનો 70 લાખના આંકડાને પાર કરી ગયો હતો. મે મહિનામાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ 4 હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જોકે, આમાં જૂની મૃત્યુના આંકડા પણ શામેલ છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2 લાખ 57 હજાર 299 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સમય દરમિયાન, વાયરસને કારણે 4 હજાર 194 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સારા સમાચાર એ છે કે, એક જ દિવસમાં 3 લાખ 57 હજાર 630 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે. રોગચાળામાં અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 29 લાખ 23 હજાર 400 છે. આ વર્ષે માર્ચની શરૂઆત પછી, કેસોમાં વધારો થવાનું શરૂ થયું. ઓગસ્ટ 2020માં ચેપના 19.9 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 28.9 હજાર થયો હતો.
દરમિયાન કોરોના મહામારીના કેર વચ્ચે દેશના શહેરી વિસ્તારોમાં લૉકડાઉન અને કરફ્યૂ જેવા નિયંત્રણોની અસર દેખાવા લાગી છે અને કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે નિષ્ણાંતો હજી પણ ગ્રામીણ ભારતમાં ચેપની તીવ્ર ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 71.3 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડ -19 ને કારણે 83 હજાર 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત એપ્રિલમાં આ આંકડો 48 હજાર 768 હતો. તે દરમિયાન ચેપના કુલ 69.4 લાખ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે શરૂ થયેલા રોગચાળાના સંક્રમણના કુલ કેસોમાં 27 ટકાથી વધુ માત્ર મે મહિનામાં જ જોવા મળ્યાં હતાં.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં મે મહિનામાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. આ સાથે એક્ટિવ કેસ પણ ઘટયા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૩૬.૧૮ લાખ થયા છે, જે કુલ કેસના ૧૪.૬૬ ટકા જેટલા છે. દેશમાં છેલ્લા છ દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડાની સામે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરિણામે રાષ્ટ્રીય રિકવરી રેટ સુધરીને ૮૪.૨૫ ટકા થયો છે જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા રહ્યો છે.
મે મહિનામાં કુલ કેસ
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં અત્યાર સુધી કોરોના રસીના 19 કરોડથી વધારે ડોસ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગુરૂવારે રસીકરણ અભિયાનના 125માં દિવસે રસીના 14 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા. મંત્રાલયે કહ્યું કે, 18-44 વર્ષની ઉંમરના 736514 લોકોને ગુરુવારે કોરોના રસીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા તેવી જ રીતે આ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ઉંમરના 85,84,054 લોકોને રસી આપવામાં આવી છે.