દેશના કેટલાક રાજ્યમાં હજુ તાઉતે વાવાઝોડાના સંકટમાંથી બહાર નથી આવ્યા ત્યાં એક બીજા નવા વાવાઝોડા યાસનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર નવું વાવઝોડુ 26મેના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય હિસ્સા પર એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાશે જે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે
સમુદ્ર માંથી ઉત્પન્ન થતું આ યાસ વાવાઝોડું ઓડિશા- પશ્ચિમ બંગાળના તટથી પસાર થવાની આશંકાને ધ્યાનમાં રાખતા ઓડિશા સરકારે 30 મેંથી 14 જિલ્લાને એલર્ટ કરી દીધા છે. રાજ્ય સરકારે ભારતીય નૌસેના અને ભારતીય તટ રક્ષક દળને સ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાનો પણ આદેશ આપ્યો છે.
ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક બાદ જણાવ્યું છે કે આ ‘યાસ’ વાવાઝોડાની રાજ્ય પર કોઈ અસર થશે તો રાજ્ય સરકારે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવામાં તૈયારી કરી લીધી છે.
જો વાવાઝોડાની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થશે અથવા તે સિવાય આંદામાન નિકોબાર દ્વીપસમૂહ અને પૂર્વીય તટના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તેના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય હિસ્સા પર એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાશે જે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારે અથડાઈ શકે છે. આ વાવાઝોડાનું નામ ‘યાસ’ ઓમાન તરફથી આપવામાં આવ્યું છે. જો કે હમણાં જ આવેલા તાઉતે વાવાઝોડાનું નામ મ્યાનમારે આપ્યું હતું. તાઉતેની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઇ છે.