દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, જે ભારતમાં કોરોના વાઈરસ (Coronavirus in India) નો કહેર સતત વધી રહ્યો છે. કોરોના મહામારીની બીજી લહેર ભારત પર તબાહી અને બરબાદી લાવવાની અસર દેખાડવા લાગી રહી છે. અને દેશભરમાં કોવિડ -19 (Covid-19 Death) થી થતા મૃત્યુની સંખ્યા વધીને 3 લાખથી વધુ થઈ ગઈ છે. જોકે દેશમાં કોરોનાની બીજી લહેર હવે ઓછી થઇ રહી છે. અને નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ મૃત્યુઆંકસંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. દેશમાં 1.4 અબજની વસ્તી રહે છે એટલે કે દુનિયાનો દર છઠો માણસ હિન્દુસ્તાની છે. આગળ આપણે એ સમજવાની કોશિશ કરીશું, જેનાથી દુનિયાની અર્થવ્યવસ્થા ભારતના સંકટથી અછૂત રહી શકવાની નથી.
છેલ્લા 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ, 4455 લોકોના મોત
વલ્ડોમીટર મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 (Covid-19) ના 2 લાખ 22 હજાર 835 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 4455 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોના સંક્રમણોની કુલ આંક 2 કરોડ 67 લાખ 51 હજાર 681 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 751 લોકોનાં મોત (Coronavirus Death) થઇ ગયા છે.
3 લાખ લોકોનાં મોત સાથે ત્રીજો દેશ બન્યો ભારત
આ સાથે અમેરિકા અને બ્રાઝિલ (America and Brazil) પછી ભારત ત્રીજો દેશ બની ગયો છે જ્યાં કોવિડ -19 થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોનાં મોત થયા છે.
માત્ર 26 દિવસમાં 1 લાખથી વધુ લોકોના મોત
ભારતમાં છેલ્લા 1 મહિનામાં કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુ (Coronavirus Death in India) માં ઘણો વધારો થયો છે અને છેલ્લા 26 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 28 મેના રોજ મૃત્યુઆંક 2 લાખ હતો અને હવે 26 દિવસ પછી તે 3 લાખને પાર થઇ ગયો છે.
દેશભરમાં કોરોના ના 27 લાખ સક્રિય કેસ છે
મળતી માહિતી મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3.02 લાખથી વધુ લોકો સાજા થયા છે, ત્યારબાદ કોવિડ -19 માંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 2 કરોડ 37 લાખ 20 હજાર 919 થઈ ગઈ છે. આ સાથે, દેશભરમાં એક્ટીવ (સક્રિય) કેસ (Coronavirus Active Cases in India) માં પણ ઘટાડો થયો છે અને દેશભરમાં 27 લાખ 27 હજાર 11 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.