કોરોનાની બીજી લહેરમાં પોતાના સ્વજનો ગુમાવનારા લોકોને ભારે આંચકો લાગ્યો છે. આવી જ એક ઘટના ભાવનગરથી સામે આવી છે, જેમાં એક યુવકે માતાના મૃતદેહની આંખો ખુલ્લી જોઈને બૂમો પાડવા લાગ્યો હતો. જેના કારણે આ વાત ત્યાં હાજર રહેલા લોકો સુધી પહોંચી ગઈ અને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના સિંધુનગરના 52 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેના કારણે તેમને સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સિંધુનગર સ્મશાન મોકલવામાં આવ્યો હતો. એવામાં અંતિમ સંસ્કાર પહેલા માતાના મૃતદેહને ફૂલોનો હાર પહેરાવા જતા આંખો ખુલી જતા યુવક આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
હાર પહેરાવતા સમયે માતાની આંખો ખુલ્લી જોઈને યુવકે બૂમો પાડવાનું શરુ કરી દીધું અને કહેવા લાગ્યો કે, મારી માતા જીવે છે. આ વાત સાંભળીને ત્યાં ઉભેલા લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા અને આ સાંભળીને બધા એકત્રિત થઈ ગયા હતા.
આ જોઈને સ્મશાનમાં સેવા આપનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો, જેને જણાવ્યું કે, મહિલા ખરેખર મૃત્યુ પામેલ છે પરંતુ તેમની આંખો ખુલ્લી રહી ગઈ છે. તેમ છતાં પરિવારજનોને શંકા જતા તેમણે 108ને બોલાવી લીધી હતી, પરંતુ 108ની ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. સામાન્ય રીતે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની આંખો બંધ થઈ જાય છે અથવા બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ભાવનગર સિંધુનગરમાં બનેલી ઘટનામાં મહિલા જીવતી હોવાની પરિવારે તપાસ બાદ પણ જીદ પકડી રાખવામાં આવી હતી.
ત્યારબાદ 108 ની ટીમ દ્વારા બધાને સમજાવવામાં આવ્યું કે, મહિલાનું મૃત્યુ થઈ ગયું છે માત્ર તેમની આંખો ખુલ્લી ઉઘાડી રહી ગઈ છે. જો તેમને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવશે તો ડૉક્ટરો પણ આ જ જવાબ તમને આપશે. ત્યારબાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તો તેની પાછળ 4 થી 5 કલાક જેટલો સમય લાગી જશે. આ ચર્ચા એટલી વધી ગઈ કે લોકો ત્યાં આવી પહોંચ્યા ઉમટી હતા. અંતે પરિવારના સભ્યોને સમજાવ્યા બાદ મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો હતો.