સુરતમાં સાયકલ ચાલકને ટ્રાફિક મેમો આપતા ઉભો થયો વિવાદ, આટલા હજારનો ફટકારવામાં આવ્યો દંડ

સુરતનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં સાઈકલ સવારને મેમો આપવામાં આવ્યો છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એક સાઇકલ સવારને મેમો આપતા વિવાદ થયો છે. તેમ છતાં આ સાઇકલ સવાર યોગ સૈયદને જે મેમો આપવામાં આવ્યો છે તે મેમોમાં સાઇકલના નિયમોની જગ્યા પર મોટર વ્હીકલ એક્ટ મેમો આપતા વિવાદ ઉભો થયો છે.

સુરત ટ્રાફિક પોલીસે એક સાઇકલ સવારને રૂપિયા 3 હજારનો દંડ ફટકારતા વિવાદ થવા લાગ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં રહેનાર અને મિલમાં મજૂરી કરનાર પરિવારનું ગુજરાન ચલાવનાર રાજ બહાદુર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ પાસે જૂની પોલીસ લાઈનની બાજુમાં વસવાર કરે છે. જ્યારે તે તેરેનામ ચોકડી થઈને સચીન જીઆઇડીસી તરફ જવા નીકળ્યા અને ત્યાંથી તેમને મેં રોગ સાઈડ ઉપર સાયકલ ચલાવી દીધી હતી.

તે દરમિયાન સચીન જીઆઇડીસી જોડેના રોડ નંબર 2 પાસે બે પોલીસની ગાડીઓ ઉભેલી હતી. તેમાંથી એક પોલીસકર્મીએ આવીને રાજ બહાદુર તમે કેમ રોગ સાઈડથી આવી રહ્યા છો, ત્યારે તેસમયે સાયકલ સવાર યોગ સૈયદે સાહેબને જવાબ આપ્યો કે હું દરરોજ, આ જ રીતે આવું છું સાહેબ. ત્યાર બાદ દરમિયાન યોગ સૈયદે જણાવ્યું કે, ‘હું સચીન જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 2 પાસે આવેલ બંગલામાં કામ કરું છું. સંચાના કારખાનામાં 11 વર્ષથી નોકરી કરી રહ્યો છુ. આજ દિવસ સુધી મારી સાથે આવું બન્યું નથી. આ મેમોમાં મોટર વેહિકલ એક્ટની કલમો લગાવામાં આવી છે તેના અનુસાર રૂપિયા 3 હજાર સુધીનો દંડ થાય પણ આ મામલે જયારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા પોલીસ કર્મચારી આમાં સાઇકલનો એક્ટ આવે તેની જગ્યા પર ભૂલ કરી નાખી છે.

તેમણે જણાવ્યું છે કે, આ મેમો આપવા પાછળ સાઇકલ સવાર લોકો રોંગસાઇડ આવવાનું બંધ કરે અને તેના લીધે અકસ્માત થાય નહી તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ ગુનામાં માત્ર સાઇકલ સવારને સમાન્ય રીતે 0 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો થતો હોય છે પરંતુ લોકોને ખબર પડે કે, પોલીસ અહીંયા હાજર રહેલી છે. જો નિયમો તોડી રહ્યા છે તમારે દંડ ભોગવવો પડશે. જયારે ટ્રાફીક ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે. આ મેમો લોકો જાગૃત થાય તે માટે આપવામાં આવ્યો છે અને તે કાયદાનું પાલન કરે તે માટે નવતર પ્રયોગ કરાયો છે.

Scroll to Top