ભાઈ હોય તો આવો, મોટાભાઈને બચાવવા નાનાભાઈએ કર્યો લાખો રુપિયાનો ખર્ચ

વડોદરાથી ભાઈનો પ્રશનનીય કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે, ‘તું જરાય ચિંતા ના કરીશ, મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..’ તો તેમના જીવમાં જીવ આવી ગયો હતો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું પાડતા ગણતરીના કલાકોમાં જ લાખો રુપિયાનો ખર્ચ કરીને ચાર્ટર્ડ એમ્બ્યુલન્સમાં ભાઈને અમદાવાદથી ચેન્નાઇ લઈ ગયો હતો.

પાલનપુરના વેપારીના મોટાભાઈને કોરોના થતાં તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરે ત્યાં સુધી કહી દીધું હતું કે, તેમની પાસે હવે 48 કલાક જેટલો જ સમય રહેલો છે. જોકે, તે વખતે કોઈપણ વિલંબ કર્યા વિના નાનાભાઈએ મોટાભાઈને બચાવવા પ્રયત્નો શરુ કરી નાખ્યા હતા.

અમદાવાદમાં રહેનાર રાજેશ પુજારાને કોરોનાને કારણે ફેફસાંમાં ખૂબ જ ગંભીર ઈન્ફેક્શન થયું હતું. તેમના નાના ભાઈ ધીરજને પણ જણાવી દેવામાં આવ્યું હતું કે, હવે પેશન્ટના બચવાના ચાન્સ લગભગ નહીવત રહેલા છે. ડોક્ટરો એ પણ કહી દીધું કે, 49 વર્ષના રાજેશ પુજારા માંડ 48 કલાક કાઢી શકશે. તેમ છતાં, ધીરજભાઈ પોતાના મોટાભાઈને ગમે તે કિંમતે બચાવવા માટે માંગતા હતા.

અમદાવાદમાં તેમની ટ્રીટમેન્ટ થઈ શકશે નહીં તેવું લાગતા જ ધીરજભાઈએ બહારની હોસ્પિટલોમાં તપાસ શરુ કરી દીધી હતી. અંતે, ચેન્નાઇની પ્રાઈવેટ હોસ્પિટલે રાજેશભાઈની કન્ડિશન જાણીને તેમને એડમિટ કરવાની હા પાડી હતી. હોસ્પિટલ મળ્યા બાદ હવે મોટી ચેલેન્જ રાજેશભાઈને ચેન્નાઇ પહોંચાડવાની રહેલી હતી. જેના માટે ધીરજભાઈએ તાત્કાલિક ચાર્ટર્ડ એમ્બ્યુલન્સને અમદાવાદ એરપોર્ટ પર બોલાવી લીધું હતું, અને તેમાં સવાર થઈ ભાઈને લઈને તાત્કાલિક ચેન્નાઇ પહોંચી ગયા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ચેન્નાઈથી વાત કરતાં ધીરજભાઈએ કહ્યું હતું કે, તેમના મોટાભાઈ મરવાની આરે હતા ત્યારે તેમને બચાવવા માટે પોતે ગમે તે કરવા તૈયાર હતા. તેના માટે જેટલો પણ ખર્ચ કરવો પડશે તેના માટે તે તૈયાર હતા. તેમને અમદાવાદથી કોઈ ચાર્ટર્ડ ફ્લાઈટ ના મળતા તેમણે છેક દિલ્હીથી એર એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. જે 7 મી મેના રોજ અમદાવાદ આવી હતી અને ગ્રીન કોરિડોર બનાવીને રાજેશભાઈને એરપોર્ટ લઈ જવાઈ હતા.

જેમાં એર એમ્બ્યુલન્સમાં ત્રણ મેડિકલ સ્ટાફ સાથે જવા માટે ધીરજભાઈએ 21 લાખ રુપિયાની ચુકવણી કરી હતી. અંતે રાજેશભાઈને ચૈનાઈની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ટ્રીટમેન્ટને સારો રિસ્પોન્સ આપ્યો અને કોરોનાથી તે સાજા થઈ ગયા હતા. એટલું જ નહીં, તેમના ફેફસાંમાં પ્રસરેલું ઈન્ફેક્શન પણ ઘટયુ છે. જોકે, કદાચ તેમને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટની જરુર પડે શકે છે. અત્યારે તેમને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

Scroll to Top