કોરોનાની આ મહામારીમાં અનેક લોકો બેઘર થયા છે ક્યાં પછી કેટલાક લોકોની નોકરી પણ ગઈ છે. જ્યારે કેટલાક લોકો અનાથ પણ થયા છે. જ્યારે આ બાબતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ પિતા કે, જેમને સંતાનોએ છોડી દેતા તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે રસ્તા પાસે ચિત્રો વેચવા માટે મજબૂર બન્યા છે. આ બાબતમાં એક ટ્વિટર યૂઝરે આ વૃદ્ધ કલાકારની સ્ટોરી શેર કરતા લોકોને એવી વિનંતી કરી હતી કે, તેઓ આ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ચિત્રો ખરીદો, જેથી તેમના જીવનની મુશ્કેલીઓ ઓછી થઈ જાય.
જ્યારે આ ફોટોગ્રાફ અને સ્ટોરી શેર કરતા ટ્વિટર યૂઝરે જણાવ્યું છે કે, આર્ટિસ્ટ સુનીલ પાલ કોલકાતાના ગોલ પાર્ક પાસે આવેલી એક્સિસ બેંકની સામે પોતાના સુંદર ચિત્રો લઈને બેઠેલા છે. જ્યારે આ વૃદ્ધ કલાકારને તેમના સંતાનોએ છોડી મૂક્યા છે. માટે હવે આ વૃદ્ધ પોતાનું જીવન પસાર કરવા માટે ચિત્રો દોરીને 50 થી 100 રૂપિયામાં વેંચી રહ્યા છે. તમે કોલકાતામાં છો તો મહેરબાની કરીને આ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ચિત્રોની ખરીદી કરો.
Artist Sunil Pal sits in front of Axis Bank, Gol Park, #Kolkata with his beautiful creations, after his kids abandoned him
Selling the wonderful pieces of art at only ₹50-100This is his fight to earn his daily bread, so, if you’re in Kolkata, pls buy his art🙏@abhijitmajumder pic.twitter.com/ig3BFqiEvo
— Sajeda Akhtar (@Sajeda_Akhtar) May 24, 2021
જ્યારે અન્ય ટ્વિટમાં ટ્વિટર યૂઝરે જણાવ્યું છે કે, આ કલાકાર પાસે ખરીદદારોની ભારે અછત રહેલી છે. મહેરબાની કરીને આ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ચિત્રો ખરીદો અને તેમની કલાની સાથે-સાથે આ કલાકારને પણ બચાવી લો. હવે સોશિયલ મીડિયા ટ્વિટર પર ઘણા યૂઝર્સ આ અંગે નિવદેન આપી રહ્યા છે.
Artist Sunil Pal sits in front of Axis Bank, Gol Park, #Kolkata with his beautiful creations, after his kids abandoned him
Selling the wonderful pieces of art at only ₹50-100This is his fight to earn his daily bread, so, if you’re in Kolkata, pls buy his art🙏@abhijitmajumder pic.twitter.com/ig3BFqiEvo
— Sajeda Akhtar (@Sajeda_Akhtar) May 24, 2021
આ સિવાય એક યૂઝરે જણાવ્યું છે કે, ચિત્રો વેચીને પોતાની રોજીરોટી ચલાવનાર આ વૃદ્ધ વ્યક્તિને મદદ જરૂર કરવી જોઈએ અને તેમની પાસેથી ચિત્રો ખરીદવા જોઈએ. જ્યારે અન્ય યૂઝરે કહ્યું કે આ ખૂબ જ સુંદર ચિત્રો છે.
This is an artist, Sunil Pal. He sells his paintings in Kolkata, Gol Park near Axis bank. He is in his 80’s & has been abandoned by children. He’s struggling to have customers. His work cost only around 50-100 Rs.
Please buy paintings. Help him so that he can earn some money pic.twitter.com/O4usEFLD3l
— Aarif Shah (@aarifshaah) November 7, 2020
આ બાબતમાં નોંધનીય છે કે એક અન્ય ટ્વિટર યૂઝરે આ ફોટો શેર કરતા જણાવ્યું હતું કે ‘આ આર્ટિસ્ટનું નામ સુનીલ પાલ છે. તેઓ કોલકાતાના ગોલ પાર્કમાં આવેલ એક્સિસ બેંક પાસે તેમના ચિત્રો વેચી રહ્યા છે. તેમની ઉંમર 80 વર્ષ રહેલી છે. સંતાનોએ તેમને છોડી દીધા છે. આજકાલ તેમની પાસે ખરીદદાર આવી રહ્યા નથી. તેમના ચિત્રો 50 થી 100 રૂપિયા સુધીના રહેલા હોય છે. વિનંતી છે કે, તેમના ચિત્રો ખરીદીને તેમની મદદ કરો.’