રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન (અધ્યક્ષ) મુકેશ અંબાણીની સંપત્તિ નેટવર્થ એક જ દિવસમાં 4.6 અબજ ડૉલર એટલે કે 33301 કરોડ રૂપિયા વધી છે. શુક્રવારે આરઆઈએલના શેરમાં શુક્રવારે લગભગ 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આનાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. આ વધારા પછી, અંબાણીની કુલ સંપત્તિ 81.7 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. ફોર્બ્સ રીયલ ટાઇમ અબજોપતિની નવીનતમ યાદી મુજબ, તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 12 મા ક્રમે છે. એશિયામાં તે પ્રથમ સ્થાને છે અને તેની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. ચીનના જોંગ શાનશાન 71.6 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયામાં બીજા અને દુનિયામાં 14 મા ક્રમે છે.
રિલાયન્સના શેરમાં તેજી
રિલાયન્સના શેરમાં શુક્રવારે લગભગ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એનએસઈ પર તે 5.99 ટકા વધીને 2,095.95 રૂપિયા પર બંધ રહ્યો હતો, જ્યારે બીએસઈ પર તેમાં 5.90 ટકા તેજી જોવા મળી હતી. જણાવી દઈએ કે રિલાયન્સનો શેર 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 2369 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ત્યારે રિલાયન્સનું માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું હતું. આ સાથે, અંબાણીની સંપત્તિ 90 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ અને તે દુનિયાની સમૃદ્ધ યાદીમાં ચોથા સ્થાને આવી ગયો હતો, પરંતુ તે પછી, શેરમાં ઘટાડો આવતા અંબાણી ટૉપ 10 માંથી બહાર આવી ગયો.
આ દરમિયાન, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી 17 મા સ્થાને બની રહ્યા છે. શુક્રવારે અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 4 ના શેરમાં ઘટાડો થયો છે. આનાથી ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો. તે 66.5 અબજ ડૉલરની સંપત્તિ સાથે દુનિયાના અમીરોની યાદીમાં 17મા અને એશિયામાં ત્રીજા ક્રમે છે.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર એમેઝોનના જેફ બેઝોસને પછાડીને ફ્રાન્સના ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ દુનિયાના સૌથી વધારે અમીર બની ગયા છે. તેની કુલ સંપત્તિ 192.4 અબજ ડૉલર છે. બીજા સ્થાને જેફ બેઝોસ છે, તેની કુલ સંપત્તિ 187 અબજ ડોલર છે. દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક 156 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. ચોથા નંબરે બિલગેટ્સ છે.
8 અમેરિકન પર ભારે ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ
ટૉપ -10 ની યાદીમાં તો 8 અમેરિકન અબજોપતિઓ છે, પરંતુ બધા પર ભારે પડ્યા છે ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ. આ યાદીમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 1193.2 અબજ ડોલરની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. જાણીતા રોકાણકાર વોરેન બફેટ 109.5 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા, અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને ઇન્ટરનેટ ઉદ્યોગ સાહસિક લેરી પેજ 102.8 અબજ ડૉલર સાથે સાતમા, લૈરી એલિસન 102.7 અબજ ડોલરની સંપત્તિ સાથે આઠમા, ગુગલના સહ-સ્થાપક સૅગેઈ બ્રિન 99.6 અબજ ડોલર સાથે નાવમાં સ્થાને અને ફ્રેન્ચ ઉદ્યોગપતિ ફ્રેન્કોઇઝ બેટનકોર્ટ મેયર્સ અને કુટુંબ (Francoise Bettencourt Meyers & family) 10 માં સ્થાને છે.