રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2521 નવા કેસ સામે આવ્યા છે અને 27 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છલ્લા ૨૪ કલાકમાં 7965 દર્દીઓએ કોરોનાની સારવાર સાજા થયા છે
રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચી ગયો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ રહેલા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36 ટકા પહોંચી ગયો છે.
ક્યા શહેરમાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોપોરેશન 336, અમદાવાદ 12, વડોદરા કોપોરેશન 308, ભાવનગર કોર્પોરેશન 38, સુરત કોપોરેશન 228, પંચમહાલ 65, વડોદરા 172, રાજકોટ કોર્પોરેશન 122, સુરત 84, અમરેલી 80, જુનાગઢ 75, જુનાગઢ કોપોરેશન 69, રાજકોટ 68, ગીર સોમનાથ 67, પોરબંદર 66, નવસારી 60, ભરૂચ 57, જામનગર કોપોરેશન 53, કચ્છ 53, આણંદ 51, બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહીસાગર 27, દેવભૂમિ દ્વારકા 26, ગાંધી કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20, નર્મદા 19, અરવલ્લી 18, સુરેન્દ્રનગર 11, મોરબી 6, તાપી 6, છોટા ઉદેપુર 2, બોટાદ 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2521 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આ દરમિયાન કુલ 2,36,541 લોકોનું રસીકરણ કરાયું છે. રાજ્યમાં કોવિડ-19 થી સાજા થવાના દરમાં સતત વધારો જોવા મળ્યો છે. રાજયમાં કોરોનાની સારવાર દરમિયાન સાજા થવાનો દર 93.36 ટકા પહોંચ્યો છે.