દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની વાતો શરૂ થઈ ગઈ છે. કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. જે કોરોનાની બીજી લહેર પ્રથમ કરતા પણ વધુ ઘાતક સાબિત થઈ છે. જો કે, કોવિડ -19 ને કારણે થતા મૃત્યુમાં સ્પષ્ટ તફાવત છે. આંકડા દર્શાવે છે કે કોરોનાની બીજી લહેરમાં 30-39 અને 40-49 વર્ષની વય જૂથમાં થયેલા મૃત્યુમાં તીવ્ર વધારો થયો છે અને 60 વર્ષથી વધુ વય જૂથનાં મૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. તે સિદ્ધાંતને સમર્થન આપે છે કે બીજી તરંગ યુવા લોકો કરતાં વધુને અસર કરી રહ્યો છે. દેશમાં બ્લૅક ફંગસના વધી રહેલા કેસો વચ્ચે યલો ફંગસનો પ્રથમ કેસ નોંધાયો હોવાનો પણ મીડિયામાં અહેવાલ સામે આવ્યો છે.
કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ત્યારે ભરૂચમાં કોરોના દર્દીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કોરોના કેસમાં ભરૂચના 35 વર્ષીય ઈર્શાદ શેખના કોરોના પોઝિટીવ થતા તેના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત થતા સંપૂર્ણં ખરાબ હાલતમાં હતા તેમ છતાં તેને સુરત શહેરની લોખાત હોસ્પિટલમાં 20 દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો છે.
જો કે કોરોના દરમિયાન જો ફેફસામાં ઈન્ફેક્શન વધી જાય તો ડોક્ટરો માટે તેવા દર્દીનો જીવ બચાવવો પડકારજનક બની જાય છે. પરંતુ આ 35 વર્ષીય ઈર્શાદ શેખે તેને હરાવીને બતાવ્યું છે. ભરુચના રહેવાસી ઈર્શાદ શેખ તેલનો વ્યવસાય કરે છે.
હોસ્પિટલના ફિજીશ્યન ડો.ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, 3જી મેના રોજ જ્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારે તેને 3 દિવસ ઘરે સારવાર બાદ 6ઠ્ઠી એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરૂચના ડુમવાડ વિસ્તારના રહેવાસી ઈર્શાદ શેખ સારવાર માટે ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી. જો કે આ ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર લીધી પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત લાવવામાં આવ્યાં હતાં. સીટી સ્કેન કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેની સ્થિતિ ઘણી ગંભીર છે. જે સીટીસ્કેન રિપોર્ટ આવતા તેમના ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જોવા મળ્યું હતું. અને દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ પણ 60 જ હતું. જો કે તેને અહીં NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ 80 સુધી જ રહેતુ હતું. જેના કારણે તેને 10 દિવસ બાયપેપ પર અને આઠ દિવસ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા. ફેફસા 100 ટકા સંક્રમિત થયા હોય તેવા ઘણાં ઓછા દર્દીઓ આ પ્રકારે રિકવર થતા હોય છે. કારણ કે મોટા ભાગના કેસોમાં 80 ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થયાંના દાખલાઓ નોંધાયા છે. પરંતુ ઈર્શાદના મજબૂત મનોબળ અને લોખાત હોસ્પિટલની સારવારના કારણે તેમતા ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં કોરોનાને પછડાટ આપી છે. તેને પ્લાઝમા થેરાપી, રેમડેસિવિયર ઈન્જેક્શન, સ્ટેરોઈડ અને અન્ય સારવાર પણ આપવામાં આવી હતી.
ઈર્શાદ શેખના જયારે હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યો હતો ત્યારે તેની 55 વર્ષીય માતા દિલશાદનું પણ મોત થઇ ગયું છે. જે તેમની માતાનું પણ કોરોનાને કારણે જ અવસાન થયુ હતું. જો કે તેમની સાથે તેમના પિતા ઈમ્તિયાઝ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ તેમનું ઘરેલુ સારવારથી જ રિકવર થઈ ગઈ હતી અને તે સ્વસ્થ થઇ ગયા હતા. ત્યારે આ અંગે તેના નાના ભાઈ ઈશરાજ એ જણાવ્યું હતું કે જયારે અમારા પરિવારના એકસાથે ત્રણ સભ્યોને કોરોના થતા અમે બધા ગભરાઈ ગયા હતા. ઈર્શાદ શેખ 20 દિવસે સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે પોતાના ભાઈની રિકવરી પર ઈશ્વરનો આભાર માનીને ઈશરાજ જણાવે છે કે, રિકવર થયા પછી પણ અમે તેની દેખરેખ રાખી રહ્યા છીએ, અને પ્રાર્થના કરી રહ્યા છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે.