PM નરેન્દ્ર મોદીને અડધો કલાક રાહ જોવડાવાના આક્ષેપનો મમતા બેનર્જીએ આપ્યો જવાબ

પીએમ નરેન્દ્ર મોદીની બેઠકમાં મોડા પહોંચવા અને તરત જતા રહેવાના આરોપો પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જવાબ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, વિપક્ષના નેતાને આ બેઠકમાં બોલાવવાનો શું અર્થ, દરેક વખતે સીએમ, પીએમનું સ્વાગત કરવા પહોંચે તેવું શક્ય નથી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે બેઠક ચાલુ થઈ ગઈ હતી. તેમણે અમને બેસવા માટે કહ્યું હતું. મેં તેમને જણાવ્યું કે અમને રિપોર્ટ સોંપવા 1 મિનિટ આપવામાં આવી છે, પરંતુ એસપીજીએ જણાવ્યું કે, બેઠક 1 કલાક પછી સમાપ્ત થશે. પીએમ અને સીએમની બેઠકમાં બીજેપી નેતા કેમ આવ્યા હતા.

મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે, જ્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીની બેઠક હતી તો તેમાં ભાજપના નેતાઓ અને રાજ્યપાલને કેમ બોલાવવામાં આવ્યા હતા તેનાથી હું અપમાન નો અનુભવ કરી રહી છું. જો પશ્ચિમ બંગાળના લોકોના ભલા માટે પીએમ નરેન્દ્ર મોદી મને તેઓના ચરણ સ્પર્શ કરવાનું કહે તો હું તે પણ કરીશ. પરંતુ, મારું અપમાન થવું જોઈએ નહીં. હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે, રાજનીતિક બદલો સમાપ્ત કરે, મુખ્ય સચિવ અલપલ બંદોપાધ્યાયને બોલાવવાનો આદેશ પરત લઈલે અને તેમને સંક્રમણ અસરગ્રસ્ત લોકો માટે કામ કરવાની પરવાનગી આપે.

Scroll to Top