ખજાનો શોધવા માટે કરવામાં આવ્યું ખોદકામ, પરંતુ ખાડામાંથી અચાનક મળી આવી 500 લાશો

જમીનની નીચે ઘણું બધું દબાયેલું રહેલું છે. તેનું રહસ્ય ખોદકામ દરમિયાન જ બહાર સામે આવે છે. જેમાં અનેક રહસ્યો આવા ખોદકામ દરમિયાન જાણવા મળે છે. તાજેતરમાં રશિયામાં કરવામાં આવેલ ખોદકામ દરમિયાન એક ખાડામાંથી 500 લાશો મળી છે. જેમાં ખાસ વાત એ હતી કે, આ લાશો બાળકો અને મહિલાઓની હતી. આ ખાડો નાઝી કેમ્પનો હોવાનું સામે આવી રહ્યું છે ત્યાં લોકોની દયનિય હત્યા કરાતી હતી.

આ લાશો પર ગોળીથી મારવાના નિશાન પણ મળી આવ્યા છે. તેની સાથે ટોર્ચરના અનેક નિશાન પણ બોડી પર જોવા મળ્યા છે. બીજી તરફ એ પણ જાણવા મળ્યું કે, કેટલાંક લોકોના મોત ભૂખના કારણે થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ સાઇટ પર લગભગ 64 ઇન્વેસ્ટિગેટર્સ હાજર હતા. આ ખાડાની તપાસ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. કેટલાક લોકોનું માનવું હતું છે કે, આ ખાડામાંથી મૂલ્યવાન વસ્તુઓ મળી શકતી હતી. પરંતુ ખાડાની તપાસ કરતા તેમાં માત્ર લાશોનો ખજાનો જોવા મળ્યો છે.

લાશોથી ભરેલ આ ખાડાઓમાં લગભગ 8500 લાશો હોવાની વાતો જાણવા મળી રહી છે. નાઝી કેમ્પથી ભાગેલા લોકોના નિવેદનો અનુસાર, ત્યાં આવા લગભગ 15 ખાડા રહેલા છે. આ દરેક ખાડાની અંદર 30 થી 100 લાશોને નાખવામાં આવી હતી. હજુ તો તેમાંથી માત્ર 500 લાશો મળી આવી છે. વધુ ખોદકામ કરવામાં આવતા વધુ લાશો મળે તેવી આશા રહેલી છે.

જ્યારે ખોદકામ દરમિયાન લાશો ઉપરાંત ત્યાંથી કોઈ પણ અન્ય વસ્તુઓ મળી મળી. ટીમને માત્ર એક સિગારેટનો ડબ્બો મળી આવ્યો છે. લાશોમાં અનેકના હાડકાં તૂટેલા મળ્યા હતા. તેનાથી જાણી શકાય કે, આ લોકોને માર્યા પહેલા તેમન પર ઘણી રીતના અત્યાચાર કરવામાં આવ્યા હશે. તમામ લોકોની ઉંમર ઓછી રહેલી હતી. અવશેષોમાં હાડકા ઉપરાંત ખોપડીઓ અને દાંત મળી આવ્યા છે.

નાઝીઓએ બીજા વિશ્વ યુદ્ધ સમયે અનેક ટોર્ચર કેમ્પની રચના કરી હતી. તેમાં કેદ કરેલ લોકો પાસેથી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી તેમ છતાં તેઓ કોઈ કામ કરવામાં અશક્ત જોવા મળે તો તેમને મારી નાખવામાં પણ આવતા હતા. આ કેમ્પોની નીચે જ મજૂરોના સ્મશાન ઘાટ બનાવી દેવામાં આવ્યું જેમાં ખાડાઓમાં જ લાશો ભરી દેવાઈ હતી. હવે આ લાશોને તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

Scroll to Top