કોરોના કાળમાં સૌથી વધુ વિવાદનો મુદ્દો રહ્યો હોય તો તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની ફી નો રહ્યો છે. શહેર શાળા સંચાલકો સામાન્ય રીતે વિવાદિત કારણોથી જ ચર્ચામાં આવતા રહે છે. ફી માફ નહી કરવાનાં મુદ્દે કે ભણાવ્યા નહી હોવા છતા પણ ફીની પઠાણી ઉઘરાણી કરવા જેવા મુદ્દે શાળા સંચાલકો ચર્ચામાં આવતા રહે છે. જે આ વર્ષે પણ બાળકોને અભ્યાસ માટે બોલાવાય તેવી શકયતા નહિવત જણાઈ રહી છે. લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. એક બાજુ કોરોનામાં વાલીઓની છત્રછાયા ગુમાવનારા બાળકોની ફી માફ કરવાની જાહેરાત કરી, તો બીજી બાજુ કોરોનામાં જેમની ફી બાકી રહી ગઇ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે શાળા સંચાલક મંડળના આવા બેવડા ધોરણથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જો કે હાલમાં કોરોનાની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના ધંધા-રોજગાર પણ પડી ભાંગ્યા છે. ત્યારે આ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલ કોરોના સંક્રમણ વચ્ચે સ્કૂલે ન ગયેલા વિદ્યાથીઓના વાલીઓને અમુક ખાનગી સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું રહ્યું છે. કોરોના સમય દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી પ્રવેશ, પરિણામ અને પરીક્ષાને લઇ વાલીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે. ક્યાંક પરિણામ માટે ફી ભરવા દબાણ તો ક્યાંક નવા વર્ષમાં પ્રવેશ માટે રૂપિયાની માગણી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ જ રીતે રાજકોટની નામાંકિત રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા કેટલાક નિયમો સાથેનું સર્ક્યુલર વાલીઓને મોકલતા વિવાદ ઉભો થયો છે.
જો કે હાલમાં જ રાજકોટની એક ખાનગી સ્કૂલ પબ્લીક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં વાલીઓ માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે આ પરિપત્ર પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સ્કૂલ સંચાલકોએ પરિપત્રનારૂપમાં વાલીઓને ધમકી ભર્યો પત્ર લખ્યો હોય તેવું સાબિત થઇ રહ્યું છે. જો કે આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વાલીઓ પહેલા પુરી ફી ભરો પછી જ બાળકોના પરિણામ આપવામાં આવશે. આ ઉપરાંત નવા વર્ષમાં પ્રવેશ માટે પણ અલગથી 5 હજારરૂપિયા ભરવામાં આવશે તો પ્રવેશ આપવામાં આવશે જેમ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે, ત્યારે હવે વાલીઓએ તેમના બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવો કે નહીં તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે. આ ઉપરાંત વધુમાં સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તક લેવા પણ વાલીઓને દબાણ કરવામાં આવતું રહે છે.
રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં આ સાથે સરકારના નિયમોનો ઉલાળિયો પણ કરવામાં આવ્યો છે. જો કે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને NCERTના પુસ્તકો જ લેવડાવવા સૂચન કર્યુ છે. પરંતુ આમ છતાં પણ રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરી રહ્યા છે.