6 વર્ષની બાળકીએ પૂછ્યું, મોદી સાહેબ, બાળકો પર કામનો આટલો ભાર કેમ? Video થયો વાયરલ

કોરોના મહામારી (coronavirus pandemic) ના યુગમાં બાળકો પણ લાંબા સમય સુધી ઘરોમાં કેદ છે. ઑનલાઇન ક્લાસીસ (Online Classes) નો લાંબો સમય તેમના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ લઈને 6 વર્ષની બાળકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પોતાનો વીડિયો ટ્વીટ કર્યો છે. આને સોશ્યિલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર 57 હજારથી વધુ લોકોએ આ વાયરલ વીડિયોને જોયો છે અને 5 હજારથી વધુ લાઈક્સ મળી છે.

જમ્મુ-કાશ્મીરમાં રહેતી આ છોકરી (Jammu Kashmir Girl) કલાકો સુધી ચાલતા ઑનલાઇન ક્લાસને લઈને ખુશ નથી. ઔરંગઝેબ નકશબંદીએ પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમને લખ્યું કે, 6 વર્ષની કાશ્મીરી છોકરીએ ઑનલાઇન ક્લાસીસ અને શાળામાંથી મળતા ગૃહકાર્ય (હોમવર્ક) અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

45 સેકન્ડના વીડિયોમાં છોકરી કહી રહી છે કે તેના ઑનલાઇન ક્લાસ સવારે 10 વાગ્યે શરૂ થાય છે અને બપોરે 2 વાગ્યા સુધી ચાલતા રહે છે. છોકરીએ કહ્યું અંગ્રેજી, ગણિત, ઉર્દૂ અને ઇવીએસ ભણવું પડે છે. અને પછી કોમ્પ્યુટર ક્લાસ પણ. તેને હાથને હલાવતા ઘણી નિર્દોષતાથી કહ્યું, બાળકો પર કામનો બહુ ભાર છે. તેને જણાવ્યું કે દરરોજ કેટલો તણાવ સહન કરવો પડે છે. છોકરીએ કહ્યું, “મોદી સાહેબ અસલામવાલેકુમ, બાળકો પર ખરેખર આટલું કામ કેમ કરવું પડે છે, થોડીવારની મૌન પછી તેને કહ્યું, શું કરી શકાય છે.”

ટ્વિટર (Twitter) પર પોસ્ટ આ વીડિયો ક્લિપને 57 હજારથી વધુ લોકો જોઇ ચુક્યા છે અને 5 હજારથી વધુ લાઈક્સ મળી છે. 1200 થી વધુ યુઝરે તેને રીટ્વીટ કર્યું છે અને ઘણા લોકોએ આ ફરિયાદ પર પોતાનો પ્રતિસાદ (ટિપ્પણી) પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું છે કે બાળકીની ફરિયાદ કરતા તેની નિર્દોષતા બધાને ઘણી પસંદ આવી ગઈ છે. પ્રધાનમંત્રી એ બાળકોને લઈને આ ગંભીર ફરિયાદ પર કંઈક કરવું જોઈએ.

Scroll to Top