તૌકતે વાવાઝોડા ગુજરાતમા ફરીથી કેરીની બોલબાલા વધી ગઈ છે. ગુજરાતના ગીરની કેસર કેરીની માંગ હવે વિદેશમાં પણ વધી ગઈ છે. ગીરની કેસર કેરી સમગ્ર દેશમાં તો વખણાય છે અને હવે વિદેશમાં પણ કેસર કેરીની માંગમાં વધારો થયો છે. કેમકે, તાજેતરમાં જ ઈટલીના એક વેપારી કેસર કેરીની ડિલિવરી લેવા માટે ગીર પહોંચી ગયા છે. ઈટલીના આ વેપારીના જણાવ્યા અનુસાર, ઈટલીમાં ગીરની કેસર કેરીની ખૂબ વધારે કિંમત મળતી હોય છે. જયારે હવે શિપ દ્વારા ગુજરાતથી કેસર કેરીનું બીજું કન્ટેનર ઈટલી મોકલાશે.
ઈટલીના આ વેપારીના જણાવ્યા અનુસાર, ત્યાં અંદાજિત 500 ટન કેરીની વપરાશ થઈ શકે તેમ છે. કેસર કેરીનું આ કન્ટેનર ગીરથી ઈટલી પહોંચાડવામાં લગભગ 20 થી 27 દિવસનો સમય લાગતો હોય છે. ગીરના એક વેપારીના જણાવ્યા અનુસાર, અમે ઈટલી કેસર કેરીના બે કન્ટેનર મોકલી દીધા છે. જ્યારે ત્રીજુ કન્ટેનર તાજેતરમાં જ ભરવામાં આવ્યું છે. ઈટલી સિવાય યુકે, સિંગાપોર, કેનેડા એમ આ ચાર દેશોમાં અમે કેસર કેરીની નિકાસ કરીએ છીએ. આ સિવાય જણાવ્યું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે કેરીનો આશરે 75 ટકા પાક નિષ્ફળ થઈ ગયો છે જ્યારે 25 ટકા પાકની હજુ પણ ડિમાન્ડ રહેલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીરની કેસર કેરીને બહાર મોકલતા પહેલા તેને એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરાઈ છે. કેસર કેરીને ખેતરમાંથી લાવ્યા બાદ સૌથી પહેલા કેરીનું વજન કરાઈ છે અને ત્યાર બાદ આ કેરીને પાણીથી સાફ કરાઈ છે. ત્યાર બાદ મશીન દ્વારા કેરીની સાઈઝ મુજબ ગુણવત્તા પ્રમાણે તેને અલગ-અલગ કરી નાખવામાં આવે છે. આ સિવાય ગીરની કેસરને 10 ડિગ્રી ઠંડા તાપમાનમાં થોડા દિવસો રાખવામાં આવે છે જેનાથી કેરી ઈટલી પહોંચે ત્યાં સુધી તેની ગુણવત્તાને કોઈ અસર ના પહોંચે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે આ વર્ષે કેસર કેરીને દરિયાઈ માર્ગ દ્વારા ઈટલી રવાના કરવામાં આવી છે. જેમાં 10 ડિગ્રી સુધીના તાપમાનનું સ્પેશિયલ કેરી માટેનું કન્ટેનર મુન્દ્રા પોર્ટ પરથી 14 ટન એટલે કે 15 હજાર કેસર કેરીના બોક્સ રવાના કરવામાં આવશે. જ્યારે 25 દિવસ બાદ દરિયાઈ માર્ગ દ્વારા ગીરની કેસર કેરી ઈટલી પહોંચાડશે.