ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. દિલ્હી-એનસીઆરમાં થયેલ વરસાદથી ભેજવાળી ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હીમાં ગાજવીજની સાથે વરસાદની આગાહી કરવા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર ઉપર ચક્રવાત હવાઓનું ક્ષેત્ર બનેલ છે. જ્યારે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ સુધી એક નીચા સ્તરની લંબાઈ રેખા બનેલ છે. આના કારણે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદની પડવાની સંભાવના છે.
જયારે સ્કાયમેટ વેધર મુજબ, આગામી 24 કલાક દરમિયાન, ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કેરળ અને તટીય કર્ણાટકમાં હળવો મધ્યમ વરસાદ સાથે એક બે સ્થાને ભારે વરસાદની સંભાવના છે. ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, મરાઠાવાડા અને વિદર્ભના કેટલાક ભાગોમાં એક કે બે ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને ધૂળનું તોફાન આવી શકે છે. આંતરિક તમિળનાડુ, આંતરિક કર્ણાટક, પશ્ચિમ હિમાલય અને છત્તીસગઢના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે.
યુપી બિહાર સહિત આ રાજ્યોમાં વરસાદની સંભાવના
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર કર્ણાટક, કેરળ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટમાં પણ જુદા જુદા વિસ્તારોમાં વીજળી અને ધૂળના તોફાન તેમજ વરસાદની સંભાવના છે. અસમ, મેઘાલય, ઓડિશા, ગોવા, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તામિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હિમાચલમાં વરસાદ અને તોફાનની શક્યતા
હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાએ રાજ્યના મુખ્ય વિસ્તારોમાં ત્રણ દિવસ અને વરસાદનો યલો અલર્ટ જાહેર કર્યું છે. મેદાની અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં 5 જૂન સુધી હવામાન ખરાબ રહેશે. 5 જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. જ્યારે 10 જૂન પછી રાજ્યમાં પ્રિ-મોન્સુન વર્ષા થશે અને 25 જૂન સુધીમાં હિમાચલમાં ચોમાસું બેસી શકે છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, યલૉ એલર્ટ જાહેર
હવામાન વિભાગે ઉત્તરાખંડના પર્વતીય જિલ્લાઓમાં યલૉ એલર્ટ જાહેર કર્યું છે. દહેરાદૂન, બાગેશ્વર, નૈનીતાલ અને પિથોરાગઢ જેવા જિલ્લામાં 2 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ આકાશ માંથી વીજળી પડવાની પણ શક્યતા છે.