ભારતમાં ફાઈઝર અને મોડેર્ના જેવી વિદેશી વેક્સીનને જલ્દી થી જલ્દી લાવવાના પ્રયાસોમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ભારતની ડ્રગ નિયામક સંસ્થાએ એવી વેક્સીન્સ માટે ભારતમાં અલગથી ટ્રાયલ કરવાની શરતોને રદ્દ કરી દીધી છે જેને બીજા દેશોમાં કે પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જનસી ઉપયોગ માટે મંજુરી આપી હોય. એવી વેક્સીનને ભારતમાં બ્રીજિંગ ટ્રાયલ્સમાથે પસાર નહિ થવું પડે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક સૂત્રએ કીધું છે કે Pfizer અને Moderna ને લઇને ‘INDEMNITY AGAINST LIABILITY’ ને લઈને અમને કોઈ વાંધો નથી. જો બીજા દેશોએ એને મંજુરી આપી છે તો અમે પણ તૈયાર છીએ. સૂત્રએ કીધું કે જો આ કંપનીઓ ભારતમાં EUA(emergency use authorisation) માટે અપ્લાઈ કરશે તો અમે પણ તેને મંજુરી આપવા માટે તૈયાર છીએ. સૂત્રએ એ પણ કીધું કે જો કે માંગ વધુ છે આથી અત્યાર સુધીની પરિસ્થિતિના હિસાબે આ બન્ને વેક્સીનને ભારત આવવા માટે હજુ સમય લાગશે.
ફાઈઝર અને મોડર્નાં એ વિદેશી કંપનીઓ માંની છે કે જેણે સરકારને ઇન્ડેમનિટી એટલે ક્ષતિપુર્તિ અને સ્થાનીય ટ્રાયલો માંથી છૂટ દેવાની વાત કરી હતી. જો કે સરકારે હજુ સુધી કોઈ પણ ગંભીર દુષ્પ્રભાવ માટેનાં વળતર કે ક્ષતિપૂર્ણ દાયિત્વ પર કોઈ નિર્ણય કર્યો નથી, પણ ટ્રાયલ ન કરવાની વાત માની લીધી છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની (Drugs Controller General of India) એક ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાનાં વિદેશી કંપનીઓ માટેનાં લોન્ચિંગ પછી અહિયાં બ્રિજીંગ ટ્રાયલ કરવાની શરતને કાઢી નાખવામાં આવી છે. હવે જો વિદેશી વેક્સીનને કોઈ બીજા દેશમાં કે કોઈ સ્વાસ્થ્ય સંસ્થાની મંજુરી મળેલી હશે તો ભારતમાં એની ગુણવત્તા અને સ્થિરતા ચકાસવા માટે ટેસ્ટિંગ કરવાની જરૂર રહેશે નહિ.