ગોધરા દાહોદ હાઇવે ઉપર પૂરપાટ જતી કારે બાઇકને મારી ટક્કર, ત્રણના મિત્રોનાં કરુણ મોત

ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર પૂરપાટ પર જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી દીધી હતી. આ ખતરનાક અકસ્માતમાં ત્રણે યુવકોના મોત થયા તો કાર ચાલકને પણ થોડી ઈજા થઈ છે. સ્થાનિકોના અનુસાર કાર ખુબ સ્પીડમાં હતી જેના કારણે ત્રણ યુવાન ભોગ બન્યા છે. એકજ ફળિયાના ત્રણ યુવકોના મોત નિપજતાં રહીશોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રહીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે કે, એમ્બ્યુલન્સને આવવામાં વાર લાગવાના કારણે ત્રણેય યુવાનો બચી શક્યા નહોતા. મૃતકોના સ્વજનો અનેફળિયાના રહીશોમાં આ ભયંકર અકસ્માતના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની રજૂઆત માટે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા તેના સિવાય મોડી રાત્રના ડીવાયએસપી દ્વારા સમજાવતા મામલો માંડ થાળે પડ્યો હતો.

જયારે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જોવા મળ્યા હતા. જે જોઇને મૃતકોના સ્વજનોએ કાર ચાલક નશામાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ થઈ છે.

આ અંગે મૃતકોના સ્વજનો અને ફળિયાના રહીશો રોષ સાથે રજુઆત માટે કલકેટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી મોડી રાત્રના ડીવાયએસપીના સમજાવ્યાં બાદ આ આખો મામલો માંડ થાળે પાડ્યો હતો.

આ અકસ્માતનાં મૃતકોના નામ આ પ્રકાર છે. તેમાં સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ, ફિરોજખાન ઈનાયતખાન પઠાણ, ઝહીર મજીદભાઈ શેખનો સમાવેશ થાય છે.

Scroll to Top