પશ્ચિમ બંગાળમાં ભાજપની ચિંતામાં થઈ શકે છે વધારો, મમતા સાથે પરત જવાનો પ્લાન કરી ઘડી રહ્યા છે આ મોટા નેતા

પશ્ચિમ બંગાળની રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ બીજેપીના ઘણા નેતાઓ નારાજ થયા છે અને તે મમતા બેનર્જીની સાથે ફરી એક વખત હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહયા છે. જે પહેલા મમતા દીદીની સાથે જ હતા. બીજેપી નેતા મુકુલ રોયના દિકરા શુભ્રાંશું રોય વારંવાર એવા સંકેત આપી ચુક્યા છે કે તે મમતા પાર્ટીથી દૂર થયા નથી.

આ અગાઉ શનિવારના તેમણે બેનર્જીને ધન્યવાદ માન્યો છે. તેમણે જણાવ્યું છે કે, મમતા બેનર્જીએ મુશ્કેલીના સમયમાં તેમના પરિવારના ખબર અંતર પુછ્યા તેના માટે તેમને મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. આ અગાઉ  તેમણે ફેસબુર પોસ્ટ દ્વારા બીજેપીને સંકેત આપતા આત્મમંથનની સલાહ પણ આપી હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન શુભ્રાંશુ રોય દ્વારા મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના પણ વખાણ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “એક વિરોધી પક્ષમાં હોવા છતાં અભિષેક પાછલા બે અઠવાડિયાથી મારી માતાના ખબર અંતર પુછ્યા હતા. તે મારી માતાને જોવા પણ આવ્યા હતા. હું તેમનો આભારી છું.” આ વચ્ચે મુકુલ રોયે પોતાના પત્તા ખોલ્યા નહોતા. માનવામાં આવી રહ્યું છે કે આવા નેતાઓની લિસ્ટ લાંબી છે જે ટીએમસીમાં પરત આવવા માંગી રહયા છે.

મુકુલ રોય

મુકુલ રોય વર્ષ 2017 માં ટીએમસી છોડીને બીજેપીમાં શામેલ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, તેમના દમ પર જ બીજેપીએ 2019ના લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 18 સીટ પર જીત મેળવી હતી. જયારે હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે થોડા સમયમાં જ મુકુલ રોય ટીએમસીમાં પરત ફરે તેવી સંભાવના રહેલી છે.

દીપેન્દુ વિશ્વાસ

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે બીજેપીમાં શામેલ થયેલા દીપેન્દુ વિશ્વાસ ઉત્તર 24 પરગના બશીરહાટ દક્ષિણ ક્ષેત્રના ધારાસભ્ય રહેલા છે. મમતા બેનર્જીને લખેલા પત્રમાં વિશ્વાસે જણાવ્યું છે કે, તેમણે પાર્ટી છોડીને એક ખોટો નિર્ણય લીધો હતો જયારે તે હવે પરત ફરવા માંગે છે.

સોનાલી ગુહા

ચૂંટણી પહેલા ભાજપમાં શામેલ થયેલી સોનાલી ગુહાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પાર્ટી છોડવા માટે તેમની માફી માંગી છે અને તેમને પરત લેવા માટે આગ્રહ પણ કર્યો છે.

સરલા મુર્મૂ

સરલા મુર્મૂ, જેમણે કથિત રીતે પોતાની સત્તાધારી પાર્ટી દ્વારા તેમને આપવામાં આવેલી ટિકિટથી નાખુશ થવાના કારણે પાર્ટી બદલી નાખી હતી. મુર્મૂએ જણાવ્યું કે તે ઈચ્છે છે કે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી તેમને માફ કરે. સરલા મુર્મૂએ પોતાના માલદામાં આવેલ ઘર પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જો તે મને સ્વીકારે છે તો હું તેમની સાથે રહીશ અને તે પાર્ટી માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ.”

Scroll to Top