સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નું મોત 14 જૂન 2020ના થયુ હતું અને હવે તેને એક વર્ષ પણ પૂરું થવા આવશે. જોકે આ મામલે હજુ પણ ઘણાં સવાલો તેમના તેમ જ છે. એક્ટરનાં સૌથી નજદીકી અને તેનાં મોત સંબંધે ડ્રગ્સ કનેક્શનનો મામલો મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) કાયદાકીય અટકાયતમાં કેટલાંક મહિનાઓ વિતયા બાદ હવે જામીન પર બહાર છે. ત્યારે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની એનસીબી સમક્ષ કબૂલાત પ્રકાશમાં આવી છે. અને રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત મામલે NCB સામે તેનું લેખિત નિવેદન દાખલ કરાવ્યું છે. જેમાં રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. આ નિવેદનમાં રિયાએ કહ્યું કે, સુશાંત ઘણી વખત ડ્રગ્સ માટે જ એક્ટ્રેસ પાસે આવતો હતો. ત્યારે આજે ચક્રવર્તીએ ખુલાસો કરતા તેના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ચક્રવર્તીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હું જણાવવા માંગું છું કે ઉપર જણાવેલ વસ્તુઓ ડો. નિકિતાની પ્રિસ્ક્રિપ્શન છે. (જેવુ મેસેજ અને પ્રિસ્ક્રિપ્શનની નકલમાં લખેલું છે) એવું લાગે છે કે શોવિક અને હું ગૂગલ દ્વારા Clomnezepanની આડઅસરો વિશે વાત કરી રહ્યા છીએ. ડોક્ટર સાથે વાત કર્યા પછી, તે દવાઓને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલુ રાખવાનું સૂચન કર્યું. ત્યારે ચક્રવર્તીએ NCBને કહ્યું છે કે, તેને મળતા પહેલાં જ સુશાંતને ડ્રગ્સની લત લાગી ગઇ હતી.
આ ઉપરાંત રિયાએ તેના નિવેદનમાં કહ્યું કે, હું એ પણ ઉમેરવા માંગુ છું કે, 08 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકાનો એક વોટ્સએપ મેસેજ મળ્યો. તે મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે librium 10 mg, nexito, વગેરે જે ડ્રગ હતા NDPSમાં, સુશાંતે આ દવાનું સેવન કરે. એમાં ઘણી એવી દવાઓ છે જે જેનું સેવન ખતરનાક સાબિત થઇ શકે છે. તેમણે કાર્ડિયોલોજિસ્ટ ડો. તરુણની એક પ્રિસ્ક્રિપ્શન પૂરી પાડી. તેમણે સુશાંતને ઓપીડી દર્દી માટે માર્ક કર્યો છે. તેને મળ્યા વિના અને ઓનલાઇન સલાહ લીધા વિના. આનો અર્થ સુશાંતને તાત્કાલિક એક હોસ્પિટલની જરૂર હતી. આ દવાઓ મનોચિકિત્સકોની સલાહ લીધા વિના આપી શકાતી નથી. ડો. નિકિતાના ચેક કર્યા પછી જાણવા મળ્યું કે આપણે ગૂગલ ડોક્ટર ન બનવું જોઈએ.
રિયાએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, તેની બહેન મીતુ તેની સાથે 8થી 12 જૂન દરમિયાન રહેતી હતી. મેં મુંબઈ પોલીસને પણ જાણ કરી છે અને તેઓએ પણ આ બાબતની નોંધ લીધી છે. રિયાએ તેમ પણ જણાવ્યું છે, મેં તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો, જેના માટે મારી પાસે પુરાવા છે. પરંતુ તેની સંમતિ નહોતી, તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકાયો નહીં. તેનાં નિવેદનમાં રિયાએ એમ પણ કહ્યું કે, સુશાંતની બહેન પ્રિયંકા અને જીજા સિદ્ધાર્થ પણ ‘મેરીજુઆના’ ડ્રગ્સનું સેવન કરતાં હતાં. અને તેનાં માટે (સુશાંત) માટે પણ લાવતા હતાં. રિયાએ તેનાં આ લેખિત નિવેદનમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, સુશાંતનો પરિવાર આ વાતથી સંપૂર્ણ વાકેફ હતો કે, સુશાંતને ડ્રગ્સની લત લાગી ગઇ છે.
સુશાંતના મોત બાદ મુંબઇ પોલીસ, પછી બિહાર પોલીસ અને પછી સીબીઆઇએ આ કેસની તપાસ કરી હતી. જોકે અત્યાર સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી કે સુશાંતે આત્મહત્યા કરી હતી એટલે કે નહી. મોતના એક વર્ષ બાદ પણ સુશાંતના ચાહનારા અને પરિવારના મનમાં ઘણા પ્રશ્નો કાયમ છે.