પાકિસ્તાનમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, અત્યાર સુધીમાં 30 લોકોના મોત

આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં સોમવાર સવાર ના એક ભયાનક રેલ દૂર્ઘટના બની હતી. આ રેલ દૂર્ઘટના ખૂબ જ ભયંકર હતી. પાકિસ્તાનના સિંઘના ડહારકી વિસ્તારમાં બે ટ્રેનો ટકરાઇ ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા રહેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધી 30 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસમાં ટક્કરમાં મરનારાઓની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે હજું પણ અનેક લોકો ડબ્બાઓમાં ફસાયેલા તેવી જાણકારી સામે આવી છે.

પાકિસ્તાની જિયો ટીવી મુજબ, મિલ્લત એક્સપ્રેસના ડબ્બાઓ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર જઇ રહ્યા હતા, જ્યારે તે સમયે સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની ટક્કર થઈ હતી. આ કારણોસર મિલ્લત એક્સપ્રેસના આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન સહિત ચાર ડબ્બાઓ ટ્રેક ઉપરથી નીચે ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 30 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે 40 થી 50 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. આ ઘટના રાતના 3 વાગીને 45 મીનિટ પર બની હતી.

Scroll to Top