ગુજરાતમાં બફારાનું પ્રમાણ પ્રતિદિવસ વધારો થઇ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ 11 થી 13 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. જ્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
અત્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય શરુ થઈ ગયું છે, તેની અસરથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમી સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થઈ જશે. જેના કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘બંગાળની ઉત્તર ખાડી અને તેની આજુબાજુ 11 જૂનના આ સ્થિતિને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કેટલાક ભાગોમાં 11થી 13 જૂન દરમિયાન આગમન કરી શકે છે.’ લો પ્રેશર સર્જાઈ શકે છે. 10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ ઝડપથી ફૂંકાશે. જેનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે મંગળવારે એટલે આજે ગુજરાતમાં અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.