મેગી બનાવનાર કંપની Nestle એ સ્વીકાર્યું, 30% પ્રોડકટ્સ સ્વાસ્થ્ય માટે છે જોખમી

દેશભરમાં લોકો જેનો સ્વાદ મનભરીને માણે છે તેવી મેગીની સમસ્યાઓ ફરી એકવાર વધી છે. બે જ મિનિટોમાં બની જતી ચટપટી મેગી નાના બાળકોથી લઈ યુવાનોને પણ ખૂબ પ્રિય હોય છે. પણ હવે ચેતી જજો, જો તમે પણ મેગી ના શોખિન છો અને ખુબ જ પ્રમાણમાં મેગી ખાઓ છો તો થઇ શકે છે નુકસાન.

ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક પ્રાધિકરણએ જૂન 2015માં નિશ્ચિત મર્યાદા કરતાં વધારે લેડ મળવા પર મેગી પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે ભારતીય બજારમાં સૌથી પસંદગીની ફૂડ પ્રોડક્ટ મેગી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. નેસ્લે ઈંડિયાના આ નૂડલ્સ પ્રોડક્ટમાં સીસું એટલે કે લેડ હોવાના કેસમાં હવે સુપ્રીમ કોર્ટએ સરકારને કાર્યવાહી કરવા મંજૂરી આપી દીધી છે. આ મેગી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. જેને મેગી બનાવનાર કંપની Nestleએ પણ સ્વીકાર્યું છે. સ્લે પોતે પણ એવું માને છે કે તેમની વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ 30 ટકા પ્રોડક્ટ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે.

હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે મેગી સહિત નેસ્લેની 60 ટકા ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિક્સ આરોગ્યપ્રદ નથી. મેગીમાં જરૂર કરતાં વધારે લેડની માત્રા હોવાથી તે બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. મેગી ખાવાથી બાળકોના મગજ પર પણ અસર થાય છે. એક રિપોર્ટ પ્રમાણે, નેસ્લેએ એક ઇન્ટ્રનલ ડોક્યુમેન્ટમાં ગણાવ્યુ છે કે, તેનો 60 % થી વધુ ફુડ પ્રોડક્ટ અને ડ્રિક્સ પણ સેહત માટે અનહેલ્દી છે. રિપોર્ટ અનુસાર નેસ્લે એ ઘણા ફુડ્સ પ્રોડક્ટ્સ પોષણ અને સ્વાસ્થ્યના માનવો પર સાચા સાબિત થયા નથી.

કિટ કેટ અને મેગીનું ઉત્પાદન કરતી નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની ગ્રાહકોના આરોગ્યનું ધ્યાન રાખે છે. આગામી દિવસોમાં કંપની ગ્રાહકો સાથે પોતાનું જોડાણ વધારશે. ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કના રીઝનલ કોઓર્ડિનેટર ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે નેસ્લે તેનાં ઉત્પાદન પર એ વાતનો ઉલ્લેખ કેમ નથી કરતી કે એ આરોગ્યપ્રદ છે કે બિનઆરોગ્યપ્રદ. દૂધ સિવાય કોઈપણ બે ઉત્પાદનનું મિશ્રણ કરવાથી ખાદ્યપદાર્થ અલ્ટ્રા પ્રોસેસ થાય છે. વૈશ્વિક ગાઈડલાઈન્સ મુજબ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે.

હાલમાં જ એક ઇન્ટર્નલ રિપોર્ટમાં નેસ્લેનાં ઉત્પાદનો અંગે સવાલ ઉઠાવાયો હતો. આ પોર્ટફોલિયો એનાલિસિસમાં કંપનીના માત્ર અડધા વૈશ્વિક વિચારને સામેલ કરાયું હતું. તેમ છતાં પ્રવક્તાએ દાવો કર્યો હતો કે જવાબદાર કંપની તરીકે તેઓ પોતાના ગ્રાહકોને પારદર્શક રીતે વિવિધ માહિતીથી અવગત કરાવતા રહેશે.

લેડ ખાવાથી થતું નુકસાન

  1. મોંમાં ચાંદા, માથા અને ગરદનમાં બળતરા
  2. ત્વચાની એલર્જી
  3. હાથ પગમાં નબળાઈ
  4. માથાનો દુખાવો
  5. પેટ સંબંધી તકલીફો
  6. કિડની ફેલ
  7. બાળકનો વિકાસ રુંધાવો
  8. નર્વ સિસ્ટમ ડેમેજ થવી
  9. અપચાની સમસ્યા
Scroll to Top