અમદાવાદ: સોશિયલ મીડિયામાં લોકો ખુબ જ એક્ટિવ થઇ રહ્યા છે. ત્યારે છોકરીઓને હેરાન કરવા માટે પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક-બે નહિ પરંતુ પાગલ પ્રેમી દ્વારા 12 જેટલા ફેક આઉન્ટ બનાવી યુવતિને હેરાન કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. હવે લોકો સામજિક દુશ્મની કે એક તરફી પ્રેમમાં પણ બદલો લેવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે.
યુવતિને ઈન્સ્ટાગ્રામ પર કરતો હતો મેસેજ
લેબ ટેકનિશિયન તરીકે કામ કરતી એક યુવતીએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક યુવક કામ વગરના મેસેજ કરી પરેશાન કરતો હોવાથી યુવતી એ તેનું નામ પૂછ્યું હતું. ત્યારે આ યુવકએ પોતાનું નામ અશ્વિન જણાવ્યું હતું. જોકે અગાઉ પણ જ્યારે તે તેના વતનમાં હતી ત્યારે અશ્વિન નામનો યુવક તેને ફોનથી મેસેજ કરીને પરેશાન કરતો હતો અને સબંધ રાખવા માટે દબાણ કર્યું હતું.
યુવતિ બ્લોક કરતી તો નવું આઈડી બનાવતો હતો રોમિયો
જોકે યુવતીની સગાઈ નક્કી થઈ જતાં તેણે આ આઈડી બ્લોક કરી દીધું હતું. પરંતુ આરોપીએ એક પછી એક બનાવટી એકાઉન્ટ બનાવીને યુવતીને પરેશાન કરવાનુ ચાલુ રાખ્યું હતું.
અલગ-અલગ 12 એકાઉન્ટ બનાવ્યા હતા
આરોપીએ અલગ અલગ નામથી લગભગ 12 એકાઉન્ટ બનાવ્યા હતા અને યુવતીને પરેશાન કરતો હતો. જોકે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસએ હાલમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ પણ આવ્યા હતો આવો જ કિસ્સો
થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક 36 વર્ષીય પરિણીતા હેરાન થઈ છે કે, જેને તે ઓળખતી નથી અને તે આરોપી મહિલાને ફોન કરી છેલ્લા 25 દિવસથી પરેશાન કરી રહ્યો છે. મહિલાને ફોન કરીને પજવણી કરી રહ્યો છે.