ઓસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલેન્ડમાં આ દિવસોમાં ઢીંગલી ચર્ચાનો વિષય બની છે. અહીંના લોકો તેનાથી ડરી ગયા છે. ખરેખર, તે નદીના કાંઠે ઝાડ પર એક હીંચકા પર બેઠી હતી.
મળતા સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે, આજુબાજુના લોકોનું માનવું છે કે જે કોઈ આ ઢીંગલીની બાજુમાંથી પસાર થાય છે. તે તેના માટે દુર્ભાગ્ય લઈને આવે છે. લોકોનું કહેવું છે કે, ઢીંગલી જોયા પછી ઘણા લોકોનો અકસ્માત થયો છે. નિક ડીમેટ્ટો જોકી હિંચિનબ્રૂકના સાંસદ છે. તેમનું કહેવું છે કે, અહીંયા રહેતા લોકો આ ઢીંગલી વિશે કંઇક ને કંઇક જાણે છે. પણ કોઈજ તેના વિશે વાત કરવા માંગતા નથી.
સાંસદ નિકે કહ્યું કે, હજી સુધી ખબર નથી કે આ ઢીંગલી અહીં કેવી રીતે આવી? આ વિસ્તારના માછીમારો કહે છે કે, સ્થાનિક લોકો આ ઢીંગલી વિશે બધુ જાણે છે. પરંતુ ડરના કારણે તે લોકો આ વિશે વાત કરતાં નથી. લોકોના મનમાં એવો ડર છે કે કંઇક અયોગ્ય ના થાય.
નિક ડીમેટ્ટોએ એમ પણ કહ્યું હતું કે, તેમણે એવા લોકોની વાર્તાઓ સાંભળી છે જેઓ માછલી પકડતી વખતે આ ઢીંગલીની ખૂબ નજીક આવી ગયા હતા. ત્યાર પછી તે લોકોએ તેનું પરિણામ ભોગવવું પડ્યું. જો કે, તે એમ પણ કહે છે કે, તે લોકોના મનનો ભ્રમ હોઈ શકે છે અથવા બીજી કેટલીક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ હજી સુધી તેના રહસ્ય વિશે પડદો ઉઠ્યો નથી.