સુરતથી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરામાં એક પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનાર ભેસ્તાન 24 વર્ષીય યુવતીને લગ્ન કરવાના સપના બતાવ્યા બાદ કેનેડા લઇ જઇ ત્યાં જ સ્થાયી થવાના સપના બતાવી શારિરીક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. જેના કારણે ચકચાર મચી ગયો હતો. ભોગ બનનાનર યુવતીએ આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તે બાબતમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેસ્તાન શ્રમ વિસ્તારમાં રહેનારી 24 વર્ષીય યુવતીનો પાંડેસરામાં ભાડાની જગ્યામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનાર મૂળ બનાસકાંઠા માહી ગામનો વતની અને હાલ ભેસ્તાનની મારૂતિ નંદન સોસાયટીમાં રહેનાર મહેશ હીરા ચૌધરી સાથે વર્ષ 2019 માં મુલાકાત થઈ હતી. જયારે યુવતી એક હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપી મહેશ ચૌધરીની ત્યાં અવર જવર વધતા બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો.
આ દરમિયાન મહેશે યુવતીને લગ્નની લાલચ આપી કેનેડામાં સ્થાયી થઇ ત્યાં જ હોટલ ચાલુ કરવાના સપના બતાવી શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. યુવતીને તેની સાથે લગ્ન કર્યા બાદ કેનેડા સ્થાયી થવાનુ પણ કીધું હતુ. યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપ્યા બાદ પાંડેસરાની હોટલમાં તેમજ ગોવાના સનસીટી રિસોર્ટમાં શારીરક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી બનતા મહેશે તેને સમજાવીને ગર્ભપાત કરાવી દીધું હતું.
તેની સાથે યુવતી લગ્ન કરવાની વાત જ્યારે મહેશને વાત કરતી તો તે વાતને ફેરવી નાખતો હતો. જયારે 20 મી મેના દિવસે મહેશે તેના પિતા બીમાર હોવાનું કહીને બનાસકાંઠા ચાલ્યો ગયો હતો ત્યાર બાદ ત્યાંથી પરત ફર્યો નહોતો અને તેને પોતાનો ફોન પણ બંધ કરી નાખ્યો હતો. યુવતીએ મહેશ ચૌધરી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આરોપી મહેશ ચૌધરીના એક હોટલમાં મેનેજર તરીકે કામ કરનાર યુવતી સાથે પણ ગાઢ સંબંધો રહ્યા હતા. મહેશ ચૌધરીનો ભોગ બનનાર યુવતીએ આરોપીએ હોટલમાં મેનેજર તરીકે કામ કરનાર યુવતી સાથે લગ્ન કર્યાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે
મહેશ ચૌધરી દ્વારા યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર સંબંધ બાંધ્યા બાદ તરછોડી ફારર થઈ ગયો હતો. જેના કારણે યુવતીએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા સચીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમ છતાં પોલીસે આ મામલે મહિલા પાસેથી યુવકની તસ્વીરો મેળવી અલગ-અલગ વિસ્તારોમાં તેની તપાસ ચાલુ કરી છે.