ભાવનગરના આ બોલરની આઇપીએલ બાદ ઇન્ડિયા ટીમમાં થઈ ધમાકેદાર એન્ટ્રી, રોચક છે ટીમ ઇન્ડિયા સુધી પહોંચવાની સફર

રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર્સ અને ભાવનગરના ચેતન સાકરિયાની ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. IPL 2021 માં ચેતન સાકરિયા દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેના કારણે તેમને આવતા મહિને થનારા શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વનડે અને ટી-20 ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ચેતન સાકરિયાએ IPL 2021 માં 7 વિકેટ લીધી છે જયારે હજુ આઇપીએલની મેચો બાકી છે. આ દરમિયાન તેમણે મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, લોકેશ રાહુલ, નીતીશ રાણા જેવા ધુરંધરોને આઉટ કર્યા હતા.

જ્યારે ચેતન સાકરિયાએ ચાર મહિનાની અંદર પોતાના ભાઇ અને પિતાને ગુમાવ્યા છે. જાન્યુઆરી 2021 મા પહેલા તેમના ભાઇએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ મે મહિનામાં કોરોના કારણે તેમના પિતાનું નિધન થયું હતું. ચેતન સાકરિયાએ ટીમમાં પસંદગી બાદ જણાવ્યું હતું કે, કાશ! મારા પિતા આ જોવા માટે આજે અહીં રહ્યા હોત. તેઓ પણ ઇચ્છતા હતા કે, હું ભારત માટે રમું. મને આજે તેમની ખૂબ યાદ આવી રહી છે. ભગવાને એક વર્ષના સમયગાળામાં મને ઘણા ઉતાર-ચઢાવ દેખાડી દીધા છે. અત્યાર સુધી ખૂબ જ ભાવનાત્મક યાત્રા રહી છે. આ મારા દિવંગત પિતા અને મારી માતા માટે જ છે. જેમણે મને ક્રિકેટ રમવાની પરવાનગી આપી હતી.

ગયા મહિને ઝડપી બોલર્સ ચેતન સાકરિયાના પિતાનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. ચેતન સાકરિયાએ પોતાના પિતા કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર ચાહકોને આપ્યા હતા. ચેતન સાકરિયાએ જણાવ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કેમકે થોડા દિવસ પહેલાં જ મને રાજસ્થાન રોયલ્સે મારા ભાગના પૈસા આપી દીધા છે. મે તરત જ પૈસા ઘરે મોકલી દીધા અને તેમાંથી મારા પિતાને ખરા સમયે મદદ મળી હતી. તેમ છતાં તેઓ પોતાના પિતાને બચાવી શક્યા નહોતા.

આ દરમિયાન ચેતન સાકરિયા પર તેના પરિવારની જવાબદારી પણ આવી ગઇ હતી. તેમ છતાં ચેતન સાકરીયા ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. ચેતનની પાસે ટ્રેનિગં માટે જૂતા પણ નહોતા. IPL 2021 ના થોડા દિવસ પહેલાં જ ચેતનના નાના ભાઇ રાહુલે આત્મહત્યા કરી હતી. પરંતુ પરિવારે ચેતનને આ જાણકારી આપી નહોતી.

જ્યારે ચેતન સાકરીયા પરિવાર માટે નાની-મોટી નોકરી કરતો હતો, પરંતુ ક્રિકેટના કારણે કોઇ મોટી નોકરી કરી શકતો નહોતો. જ્યારે ચેતનની IPL માટે પસંદગી થઇ તો તે ખૂબ જ ખુશ થયો હતો. ચેતન સાકરિયા 20 લાખની બેઝ પ્રાઇઝની સાથે IPL હરાજીમાં આવ્યો હતો પરંતુ તેણે પોતાની ટીમમાં સામેલ કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ બંને વચ્ચે રેસ જોવા મળી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે તેને 1.2 કરોડ રૂપિયા આપી તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા.

Scroll to Top