અમરેલીનો ‘બાપ’ કહેનારો ઝડપાયો: પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની માંગણી કરનાર છત્રપાલ વાળાની ધરપકડ

અમરેલી શહેરમાં પેટ્રોલપંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર ધમકી આપતા રૂ.10 લાખની માંગણી કરવામાં આવી હતી. તેની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેની સાથે ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી.

આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંકવામાં આવ્યો હતો. તેમાં આરોપીએ ચેલેન્જ આપી હતી. ત્યાર બાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સીટી પોલીસમાં પોલીસ ફરિયાદ દાખલ થતા અમરેલી પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જયારે મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર આપનાર છત્રપાલ વાળા મોડી રાતે અમરેલી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. આ બાબતમાં વધુ માહિતી મળી છે કે, મોડી રાતના આરોપીને અમરેલી એલસીબી ખાતે લાવવામાં આવ્યો છે. ત્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માટે માગ્યા હતા. તેની સાથે તેને જણાવ્યું હતું કે, શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માંગણી કરી હતી, નહીંતર પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.

છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરતા બેફામ વાણીવિલાસ કરાયો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ પણ ગણાવ્યો હતો અને દસ લાખની માંગણી કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી દીધી હતી.

Scroll to Top