અમરેલીનો બાપ બોલનાર છત્રપાલ સિંહ સામે પોલીસનું કડક વલબ જોવા મળી રહ્યું છે. કેમકે પોલીસ ટિમ દ્વારા અમરેલીનો બાપ બોલનાર સામે સખ્ત પગલું ભરવામાં આવ્યું છે. તેને જોયા બાદ પોતાને ડોન કહેવાનું ભૂલી જશે. અમરેલીના પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માગનાર છત્રપાલસિંહ વાળાનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે.
આ અગાઉ અમરેલી શહેરમાં પેટ્રોલપંપના માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર ધમકી આપતા રૂ.10 લાખની માંગણી કરવામાં આવી હતી. તેની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેની સાથે ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી. આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.
અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ @dgpgujarat @AddlCP_ABAD @CollectorAmr @ashishbhatiaips pic.twitter.com/EVhqaLuafb
— SP AMRELI (@SP_Amreli) June 12, 2021
આ ઓડિયો ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંકવામાં આવ્યો હતો. તેમાં આરોપીએ ચેલેન્જ આપી હતી. ત્યાર બાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સીટી પોલીસમાં પોલીસ ફરિયાદ દાખલ થતા અમરેલી પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર આપનાર છત્રપાલ વાળા ગઈ મોડી રાતે અમરેલી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.
આ અગાઉ અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માટે માગ્યા હતા. તેની સાથે તેને કહ્યું હતું કે, શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માંગણી કરી હતી, નહીંતર પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.