ઘરમાં ઘૂસી 3 ગુંડાઓએ પતિની સામે એક પછી એક પત્ની અને પુત્રી સાથે કર્યું દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી એક સગીર યુવતી અને તેની માતા પર ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અડધી રાત્રે 3 ગુંડાઓ ઘરમાં ઘૂસી આવ્યા, જેમણે મહિલા અને તેની 11 વર્ષની સગીર પુત્રી સાથે ગેંગરેપ કર્યો. પીડિત મહિલાના પતિએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધવીને ન્યાયની વિનંતી કરી છે. ત્યારબાદ પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના મુરાદાબાદ જિલ્લાના થાણા બિલારીના દેવીપુર નગલા ગામની છે. પીડિત પરિવાર તેમના ઘરની બહાર છત નીચે સૂઈ રહ્યા હતા. આ દરમિયાન માસ્ક પહેરેલ અને હથિયારો સાથે ત્રણ બદમાશો આવ્યા હતા અને પીડિત પરિવારને પકડીને દબાવી દીધા હતા. અને સગીર પુત્રીના પિતાને બંધક બનાવીને મકાનમાં બંધ કરી દીધો હતો. જયારે, તેની માતા સાથે પણ ઘરમાં લઈ જઇને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શનિવાર અને રવિવારની રાત્રે લગભગ 12 વાગ્યે ઘરમાં ઘુસેલા ત્રણ બદમાશોઓએ માતા અને પુત્રી સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાના પતિએ ફૈયાઝ નામના વ્યક્તિ અને તેના બે સાથીઓ પર પત્ની અને પુત્રી સાથે ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પતિનો આક્ષેપ છે કે બદમાશો તેની સામે જ તેની પત્ની અને પુત્રી સાથે બંદૂકના જોરે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.

પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે 8 મહિના પહેલા પણ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પણ તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી અને મામલો થાળે પાડી પાડી દીધો હતો. ફરી એકવાર માસ્ક પહેરેલ બદમાશોએ ઘરમાં ઘૂસીને પુત્રી સાથે એકપછી એક જાણે ગેંગરેપ કર્યો. આ સાથે પીડિત મહિલા સાથે પણ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે.

પીડિતાએ પોલીસ સમક્ષ ન્યાય માટે વિનંતી કરી. પોલીસે પીડિત ગ્રામજનોની ફરિયાદ પરથી કલમ 452/376DA/ 323/506/5M/ 6 હેઠળ ગુનો નોંધ્યો છે. ડીએસપી ડીડી સિંહે કહ્યું કે પોલીસ સ્ટેશન બિલારીના દેવીપુર નગલા ગામની એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે શનિવાર અને રવિવારની રાત્રે 3 વ્યક્તિઓએ તેની પત્ની અને પુત્રી સાથે ગેંગરેપ કર્યો હતો. તેમને કહ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ડીએસપીએ કહ્યું કે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્યની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Scroll to Top