આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

દેશમાં કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે. ત્યાં બીજી તરફ રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હોવાના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજવ, ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં આગામી ચાર દિવસ માટે ભારે પવન ફૂંકાશે. તેની સાથે ગતિ પ્રતિ કલાકના 40 થી 45 કિલોમીટરની રહી શકે છે.

અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં પવનની ઝડપ 55 થી 60 કિલોમીટર સુધીની રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી અપાઈ ચુકી છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં પવનની ઝડપથી વધારે રહેશે. જ્યારે પ્રતિ કલાકના 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે. આ સિવાય કેરાલા કર્ણાટક ગોવા મારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અને આંદામાનમાં પણ પવનની ઝડપ વધુ જોવા મળશે.

તેની સાથે એ પણ જાણવા મળ્યું છે ગુજરાતના દરેક રાજ્યમાં વરસાદનું ભારે આગમન જોવા મળ્યું છે. ગુજરાત મોટા શહેરોની સાથે અનેક ગામોમાં વરસાદી માહોલ જામેલ છે. જ્યારે અમદાવાદમાં પડેલ ગઈ કાલે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

Scroll to Top