વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના મોબાઇલમાં નાહતી વેળાના નગ્ન ફોટા પાડનારા સગા ફુઆ સામે યુવતીએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેનો ફુઓ તેને સતત વોટ્સ એપ પર લવ હાર્ટના ઇમોજી મેસેજ કરીને પરેશાન કરતો હતો. કારેલીબાગ પોલીસે 56 વર્ષીય ફુઆની ધરપકડ કરી હતી.
વડોદરામાં સ્નાન કરતી ભત્રીજીના ફોટા પાડતા હતા ફુવા
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે માતાપિતા હાલ અમેરિકા ગયાં છે અને તે તેનાં દાદા-દાદી સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલાં તે 12મા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના ફુઆ અનિલ શાહે તેના કેટલાક ફોટો મિત્રો સાથે પાડ્યા હતા અને તેનાં માતાપિતાને બતાવ્યા હતા.જોક યુવતીનાં માતાપિતાએ અનિલને ફોટા પાડવા ચેતવણી આપીને તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. આમ છતાં ગત મે માસથી અનિલે યુવતીના મોબાઇલ પર વોટ્સઅપ મેસેજ કરવાના ચાલુ કર્યા હતા અને લવ હાર્ટના ચિહ્નવાળા ઇમોજી પણ મોકલ્યા હતા.
ફોટા પર તું પાતળી કેટલી મસ્ત હતી તેવી કોમેન્ટ પણ કરી હતી અને લોકેશન જાણવા માંગ્યું હતું. ત્રસ્ત યુવતીએ તેનાં માતાપિતાને અમેરિકામાં કોલ કરીને જણાવતાં તેમણે યુવતીનાં દાદાદાદીને વાત કરી હતી. દાદાએ તેની ફોઇને બોલાવી હતી પણ ફોઇ આ વાત માનવા તૈયાર થયાં ન હતા. થોડી વારમાં અનિલ ત્યાં આવીને તેણે પોતાના મોબાઇલમાં આ યુવતીના નાહતી વેળાના વસ્ત્રહીન ફોટા બતાવી યુવતીના ચારિત્ર્ય પર આરોપ લગાવ્યા હતા. અનિલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે કે મેં તારા આ ફોટા ત્રણ વર્ષથી મોબાઇલમાં સાચવી રાખ્યા હતા કહીને આ ફોટા ડિલીટ કર્યા હતા. યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે 56 વર્ષીય અનિલ શાહની ધરપકડ કરી તપાસ હાથ હતી.