મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની જાણકારી મળતા જ એ ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો મારવામાં આવ્યો હતો. જ્યારે આ હોટલના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે હોટલના માલિક અને મેનેજરને ધરપકડ કરી લીધી હતી. આ સિવાય પોલીસના દરોડામાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ પણ મળી આવી હતી. તેની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો.
મોરબીના જુના બસ સ્ટેન્ડ બાજુમાં આવેલ વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી લલનાઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની ચોક્કસ માહિતી મળતા ગઈ રાત્રે પોલીસ સ્ટાફ દ્વારા આ હોટલમાં પ્રથમ ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. જ્યારે પોલીસની રેડમાં આ હોટલની આડમાં દેહવ્યાપારના ધંધા થતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેના કારણે હોટલના માલિક અને મેનેજર બહારથી લલના બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું રાજ ખુલતા પોલીસ દ્વારા હોટલની આડમાં દેહવ્યપારનો ધંધો કરવાના ગુનામાં હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ તે દરમિયાન મળી આવી હતી. તેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવ્યાપાર ધંધો ચલાવવામાં આવતો હોવાનું પોલીસની તપાસ સામે આવ્યું છે. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.