વડોદરાથી અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાનું તેના પુત્ર સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં કાઠિયાવાડ ખાતેથી અપહરણકર્તાને છેતરીને ભાગવામાં પરિણીતા સફળ રહી છે. દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસી ગામના એક યુવક દ્વારા નજીકનાં ગામની પરિણીતા તેના પુત્ર સાથે બહારગામ જવા માટે રોડની સાઈડમાં ઉભેલી હતી.
આ દરમિયાન સીમલધાસી ગામનો એક યુવક ત્યા મોટરસાઇકલ લઈને આવી ગયો અને તેને કહેવા લાગ્યો કે, પરિણીતાને કહેવા લાગ્યો કે ચાલ તારે કયા જવું છે. તેની સાથે તે કહેવા લાગ્યો હું તને મૂકી જઈશ તેમ કહીને ગાડી ઉપર બેસાડીને કાઠિયાવાડ તરફ્ લઈને ભાગી નીકળ્યો હતો. બન્નેને કાઠીયાવાડ લઈ જઈને 12 દિવસ સુધી એક મકાનમાં બંધ કરીને પરણિતા ઉપર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતુ. તેમ છતાં પરણિતા જેમ તેમ કરી ઈસમને છેતરી ભાગવામાં સફળ રહી હતી અને ત્યાર બાદ તે ઘરે પરત આવી બધી હકીકત ઘરવાળાઓને સંભળાવી હતી.
દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસી ગામે રહેનાર વિકેશભાઈ ભારતભાઈ રાઠવા દેવગઢ બારીયા તાલુકામાં રહેનાર એક 30 વર્ષીય પરણિતાના ઘરે મોટરસાઈકલમાં બેસાડીને લાવ્યો હતો. આ દરમિયાન તેને પરણિતાને જણાવ્યું કે, હું તને મારી પત્ની તરીકે રાખવા લઈ જઈ રહ્યો છું અને જો તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાખીશ તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો.
આ દરમિયાન અપહરણ કરીને પરણિતા અને તેના પુત્રને કાઠીયાવાડ લઈને ચાલ્યો ગયો હતો. ત્યાં વાડીમાં એક મકાનમાં બન્ને માતા-પુત્રને બાર દિવસ સુધી ડબોચી રાખ્યાં હતાં. જ્યારે આ દરમિયાન વિકેશભાઈએ પરણિતાને કહ્યું કે, તારે હવે મારી પત્નિ તરીકે જ રહેવાનું છે, જો તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી પરણિતાની સાથે તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો.