હરિદ્વાર જવાનું કહીને ઘરેથી નીકળેલા પૂજારીની મળી આવી લાશ, રહસ્ય ગુચવાતા પોલીસ થઈ દોડતી

જૂનાગઢના માણાવદરના ભાલેચડા ગામમાં મંદિરના પૂજારીની અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવી જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યારે પૂજારીની લાશને PMO માટે મોકલી દેવામાં આવી હતી. જયારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પૂજારી હરિદ્વાર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તેમની લાશ મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં હનુમાનદાદાનું મંદિર આવેલ છે. જ્યારે અહીં છેલ્લા ચાર વર્ષથી પૂજારી સદારામ બાપુ રહીને પૂજા કરી રહ્યા. તેમ છતાં રવિવારના રોજ મંદિરની સામે આવેલાખાલી તળાવમાં શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મળી આવી હતી. કોહવાયેલી અને અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ગામમાં હાહાકાર સર્જાઈ ગયો છે.

ત્યાર બાદ ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે લાશનો કબ્જો લઈને આગળની કાર્યવાહી શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા સામે આવ્યું છે કે, સદારામ બાપુને કોઈની સામે વાધો કે તકરાર નહોતી અને તેઓ અહીં એકલા જ રહી રહ્યા હતા. આ સિવાય તેઓ હરિદ્વાર જવાનું કહીને પણ નીકળ્યા હતા.

તેમ છતાં એક વાત જોવા મળી છે કે, મંદિરમાં પણ કોઈ પણ પ્રકારની ચોરી કરવામાં આવી નથી. આમ કોની સામે કોઈ દુશ્મનાવટ ન હોવાનું જાણવા મળતાં પોલીસે લાશને PMO માટે જામનગર મોકલી દીધી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. બીજી તરફ જાણવા મળ્યું છે કે, સદારામ બાપુ મિલનસાર સ્વભાવના વ્યક્તિ હતા. તેમણે મંદિરનો પણ સારો વિકાસ કર્યો હતો. છેલ્લા ચાર વર્ષથી તેઓ અંહીં એકલા જ વસવાર કરી રહ્યા હતા. હરિદ્વાર જવાનું કહીને નીકળેલા સદારામ બાપુની લાશ મળી આવતા લોકોના ભયનો માહોલ છવાઈ ગયો છે.

Scroll to Top