વડોદરામાં કોરોના રસી અને માસ્ક અંગે અફવાઓ ફેલાવનાર ટોળકી ઝડપાઈ, આ રીતે લોકોમાં ફેલાવી રહ્યા હતા ભ્રમ

દેશમાં થોડા મહિના પહેલા કોરોનાઈ બીજી લહેરે આતંક સર્જ્યો હતો. જેના કારણે લોકોમાં વેક્સીન પ્રતિ ઘસારો વધી ગયો છે. જ્યારે દેશભરમાં કોરોના વેક્સીન માટે અભયાન શરુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેશભરનાં લાખો લોકો કોરોના વાયરસથી બચવા માટે કોરોનાની રસી લેવા માટે જાગૃત જોવા મળી રહ્યા છે. જ્યારે વડોદરામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં રસી અને માસ્ક અંગે ભ્રામક અફવાઓ ફેલાવનાર ગ્રુપ જોવા મળ્યું છે. જેમાં શહેરમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો દ્વારા વેક્સિનેશન વિરોધ કરનાર માહિતી ફેલાવનારી બે મહિલાઓ સહિત આઠ લોકોની અટકાયત કરાઈ છે. આ લોકો કેટલાક માણસોને એકઠા કરીને કોરોના વેક્સિન ન લેવા માટે સમજાવતા જોવા મળ્યા હતા. તેમ છતાં આ અંગેની જાણ થતા જ સયાજીગંજ પોલીસ દ્વારા આ લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી. તેની સાથે એ પણ જોવા મળ્યું કે, આ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.

પોલીસ દ્વારા રવિવારે માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગેનો અફવા ફેલાવનારી ટોળકીને ઝડપી પાડી છે. આ તમામ લોકો સારી કંપનીઓમાં કામ કરી રહ્યાં તેવું સામે આવ્યું છે. તેની સાથે બે યુવતીઓ ગૃહિણીઓ છે અને એક વ્યક્તિ નિવૃત્ત અધિકારી પણ રહેલ છે.

આ પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રહેલ છે. નવા કોરોના સ્ટ્રેનના નામે લોકોને ભયભીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો રહ્યો છે. તેની સાથે જણાવ્યું હતું કે, માસ્ક ઓક્સિજન ઘટાડે છે. માસ્ક ઝેરી ઇન્હેલેશનમાં વધારે છે. માસ્ક રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેની સાથે વેક્સિન માટે જણાવ્યું કે, વેક્સિનમાં ખતરનાક તત્વો ભેળવવામાં આવ્યા છે જેના લીધે પેરાલીસીસ કે નપુંસકતા આવી શકે છે. તેની સાથે એમ પણ જણાવ્યું કે, શું વેક્સિનની જવાબદારી કોઇ લઇ રહ્યું છે? તેની સાથે જાણવા મળ્યું કે, આ ટોળકી કમાટી બાગ પાસે લોકોને ‘માસ્ક મુક્ત રહો, વેક્સિન વિરોધી બનો’ ની પત્રિકા વહેંચતું જોવા મળી હતી.

આ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

  1. નરેન્દ્ર કાલીદાસ પરમાર, રહેઠાણ. શ્રીજી ટાઉનશિપ, સોમા તળાવ,
  2. ચન્દ્રકાંત બાબુભાઇ મિસ્ત્રી, રહેઠાણ. કશ્યપ કુટીર બંગલો, સમતા,
  3. વિશાલ વિજયકુમાર ફેરવાણી, રહેઠાણ. ગોકુલ ટાઉનશિપ, ગોત્રી
  4. ઇરફાન યુસુફ પટેલ, રહેઠાણ. મધુરમ, તાંદલજા
  5. કેવલ ચન્દ્રકાંત પીઠડિયા, રહેઠાણ. પંચશીલ ટેનામેન્ટ, હરણી
  6. જગવીન્દરસિંગ રાજેન્દ્રસિંઘ, રહેઠાણ. ઘનશ્યામ પાર્ક, ગોરવા
  7. ભૂમિકા સંજય ગજ્જર
  8. અવની ઉત્કર્ષ ગજ્જર
Scroll to Top