SBI ના 44 કરોડ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર! 2 દિવસ પછી બેંક કરવા જઈ રહી છે મોટો ફેરફાર, હવે આપવા પડશે વધારાના પૈસા

ભારતીય સ્ટેટ બેંક (State Bank of India) માં ખાતું ધરાવતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 2 દિવસ પછી બેંક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 1 જુલાઈથી, બેંક ગ્રાહકોને તેમના ઘણા કામ માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. બેંકે જણાવ્યું છે કે તારીખથી એટીએમ (SBI ATM) માંથી પૈસા ઉપાડવા અને ચેક બુકનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ગ્રાહકોને 1 પહેલી તારીખ પછી આ બધા ટ્રાન્જેકશન (વ્યવહારો) માટે વધારે પૈસા આપવા પડશે. ચાલો તમને જણાવીએ કે કયા ગ્રાહકો પર તેની અસર પડશે.

જો તમારું દેશની સરકારી બેંકમાં બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ છે, તો આ બધા નવા નિયમો તમારા પર લાગુ થશે અને તમારે વધારાના પૈસા ખર્ચવા પડશે. જણાવી દઈએ કે આ બેંક ખાતા ગરીબ લોકો માટે ખોલવામાં આવે છે. આમાં તમે કોઈ શુલ્ક વગર એકાઉન્ટ ખોલી શકો છો.

નિયત મર્યાદાથી વધારે ટ્રાન્જેકશન કરવા પર ચૂકવવો પડશે ચાર્જ

તમને જણાવી દઈએ કે બીએસબીડી (BSBD) ખાતાઓને ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ્સ પણ કહેવામાં આવે છે. આ ખાતા ધારકોને એટીએમ-કમ-ડેબિટ કાર્ડ મળે છે. જો તમારી પાસે કેવાયસી માટે માન્ય દસ્તાવેજો છે, તો પછી તમે આ એકાઉન્ટ ને સરળતાથી ખોલાવી શકો છો. બીએસબીડી (BSBD) ખાતા ધારકો માટે દર મહિને ચાર મફત રોકડ ઉપાડ મળે છે, જેમાં એટીએમ અને બેંક શાખાઓ શામેલ છે. બેંક ફ્રી લિમિટ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા પલ્સ જીએસટી ચાર્જ કરશે. રોકડ ઉપાડ પર ચાર્જ હોમ શાખાઓ અને એટીએમ (ATM) અને એસબીઆઈ (SBI) સિવાયના એટીએમ પર લાગુ પડશે.

કેટલો લાગશે ચેક બુક પર ચાર્જ

ચેક બુક પર લાગતાચાર્જ વિશે વાત કરવામાં આવે તો એક નાણાકીય વર્ષમાં ગ્રાહકોને 10 ચેકની નકલો આપવામાં આવે છે. 1 પહેલી તારીખથી આ 10 ચેક કોપી માટે ગ્રાહકોને 40 રૂપિયા પ્લસ જીએસટી (GST) ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત 25 ચેક લીવ માટે બેંક 75 રૂપિયા પલ્સ જીએસટી ચાર્જ લાગશે. આ ઉપરાંત ઇમરજન્સી ચેક બુક પર 10 પાના માટે 50 રૂપિયા પલ્સ જીએસટી લાગશે. જયારે, જો આપણે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ, તો આ બધા લોકોએ ચેક બુક પર નવો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે હશે આ નવા નિયમ

એસબીઆઈના એટીએમ (SBI ATM) અથવા બેંક શાખામાંથી 4 વખત પૈસા ઉપાડવા ફ્રી રહેશે. આ પછી એટલે કે ફ્રી લિમિટ (મર્યાદા) પછી રોકડ ઉપાડવા પર 15 રૂપિયા અને જીએસટીનો ચાર્જ લાગશે.

Scroll to Top