સુરતઃ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તાપી નદી પર કેબલ સ્ટેઈડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધીજયંતિના દિવસે સીએમ રૂપાણી દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અને કલાક બાદ સર્જાયો ટ્રાફિક જામ.
કેબલ સ્ટેઇડ બ્રિજને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 10.30 કલાકે ખુલ્લો મૂક્યો તેના એક જ કલાકમાં જ બ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અઠવા છેડેથી અડાજણ તરફ આવવા લોકોએ બ્રિજ પર ભારે ધસારો જોવા મળ્યો.
બ્રિજ ખુલ્લો મૂકવાની જાણકારી જેમ જેમ સુરતીઓને મળી રહી છે તેમ તેમ લોકો બ્રિજ જોવા માટે પહોંચી રહ્યા છે. સાંજે વધુ ટ્રાફિક જામ થવાની શક્યતા સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબલ સ્ટેઈડ બ્રિજની સાથે કુલ 800 કરોડ ઉપરાંતના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું ડિજીટલ અનાવરણ પણ કર્યુ હતું.