આમિર ખાન ને મોંઘી ગાડીઓનો છે શોખ છે, જેની કિંમત છે કરોડોમાં, જાણો કઈ કાર છે તેમની પાસે…

આમિર ખાન અને કિરણ રાવનાં અલગ થતા જ હાલમાં સૌ કોઇનાં મગજ પર મિસ્ટર પરફેક્સનિસ્ટની જ વાતો છવાયેલી છે. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તો તે ટોપ પર રહેલા છે પરંતુ તેમના જીવનની વાત કરવામાં આવે તો બે-બે લગ્ન જીવન તુટવાથી આમિરનાં ‘મિસ્ટર પરફેક્સનિસ્ટ’નાં ટેગને અસર જરૂર પહોંચી છે. પરંતુ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે, તે કરોડોની સંપત્તિ માલિક છે. જ્યારે પણ તેમની ફિલ્મ આવે તે બોક્સ ઓફિસ પર કમાલ જરૂર કરી દેખાડે છે. તેની સાથે કમાણીનાં જૂના તમામ રેકોર્ડ્સ પણ તોડી નાખે છે.

તેની સાથે ચાર-ચાર નેશનલ એવોર્ડ વિનર આમિર ખાનને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનતિ કરવામાં આવ્યા છે. આમિર ખાન પાસે કરોડોની સંપત્તી રહેલી છે અને તે કારોના શોખીન છે

એક ખાનગી મીડિયાના રીપોર્ટ મુજબ, આમિર ખાનનું નેટવર્થ આશરે 1532 કરોડ જેટલું છે, આમિર ખાન અભિનેતાની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે તે ફિલ્મનાં નફામાં પણ તેમનો ભાગ પણ જરૂર રાખે છે. આ સિવાય તે કોઇ પણ બ્રાન્ડનાં એન્ડોર્સમેન્ટ માટે 10 થી 12 કરોડ રૂપિયા ફીની વસુલાત કરતા હોય છે. તમને જાણીને નવાઇ જરૂર લાગશે કે, આમિર ખાન એક ફિલ્મ કરવાં માટે 85 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. આ સિવાય તેનું ‘પાની’ નામનું ફાઉન્ડેશન પણ છે જેનાંથી તે જરુરીયાતમંદોની મદદ કરવાની સાથે તેમને કામ પણ આપે છે.

જ્યારે આમિર ખાન ગાડીઓનાં પણ શોખીન છે. તેમની પાસે 9 કિંમતી ગાડીઓ રહેલી છે. જેની કિંમત આશરે 15 કરોડથી વધારે છે. આ ગાડીઓની યાદીમાં મર્સીડિઝ બેન્ઝ, ફોર્ડ, બેન્ટલી, BMW અને અન્ય ઘણી કંપનીઓની કારનો સમાવેશ થાય છે.

આ સિવાય આમિર ખાનનું મુંબઇમાં એક આલિશાન ઘર પણ છે. આ ઘર તેમણે 2009માં ખરીદ્યુ હતું. આ ઘરની હાલની કિંમત 18 કરોડ રહેલી છે. આ સિવાય પણ તેમની પાસે દેશમાં ઘણી જગ્યાએ તેમની મિલકત પણ રહેલી છે.

Scroll to Top